પ્રીમિચ્યોર ડિલિવરી ટાળવી હોય તો ચોકલેટ ખાઓ

અામ તો ચોકલેટ કોઈપણ યંગસ્ટરની ફેવરિટ વસ્તુ છે. જો કે એમાં રહેલી કેલેરીના કારણે કેટલાક લોકો ચોકલેટ ખાતી વખતે સજાગ રહે છે. ચોકલેટમાં રહેલા ખાસ પ્રકારના કેમિકલ્સ શરીર અને મનને અનેક રીતે ફાયદાકારક છે. અમેરિકાના સંશોધકોએ પ્રેગ્નન્ટ મહિલા પર કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન અઠવાડિયામાં ત્રણ વખત ચોકલેટ ખાવાથી સમય કરતા પહેલા પ્રસૃતિ થવાનું રિસ્ક ઘટે છે. ચોકલેટ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન અને બોડી તેમજ ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ઓક્સિજનની જરૂરિયાત સારી રીતે પૂરી પડે છે. જે લોકેને બીપીની તકલીફ હોય તેમનો તો ખાસ ચોકલેટ ખાવી જોઈએ.

You might also like