પ્રેમની થઇ દિવાળી, ‘પ્રેમ રતન ધન પાયો’ની કમાણી 100 કરોડ ઉપર…

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની અભિનીત ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં જ 100 કરોડથી વધારે કમાણી કરી લીધી છે. ફિલ્મે ઓપનિંગ દિવસે જ 40.35 કરોડ રૂપિયાની રેકોર્ડ કમાણી કરી હતી જે બીજે દિવસે પણ ચાલુ રહેતા 31.03 કરોડની કમાણી કરી હતી. જ્યારે શનિવારે આ ફિલ્મે વધુ 30.07 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ આ વર્ષની પાંચમી ફિલ્મ છે જેનો 100 કરોડની ક્લબમાં સમાવેશ થયો છે. આ અગાઉ 2015ના વર્ષમાં બજરંગી ભાઇજાન, તનુ વેડસ મનુ રિર્ટન્સ, બાહુબલી અને એબીસીડી-2નો સમાવેશ થાય છે. આ સલમાન ખાનની નવમી ફિલ્મ છે જેને 100 કરોડથી વધુ કમાણી કરી છે.

You might also like