પ્રેમ રતન ધન પાયોનું ધમાકેદાર ઓપનિંગ, પહેલાં દિવસે કરી 40.35 કરોડની કમાણી

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને સોનમ કપૂર અભિનીત ફિલ્મ પ્રેમ રતન ધન પાયોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કર્યું છે. આ ફિલ્મે પહેલાં દિવસે જ બોક્સ ઓફિસ પર 40.35 કરોડની કમાણી કરી છે. સૂરજ બડજાત્યાના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થઇ છે.

સલમાન-સોનમની જોડીને લોકોએ ખુબ પસંદ કરી છે. આ ફિલ્મને તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને ફિલ્મે બંપર કમાણી કરી હોવાની જાણકારી આપી છે.

ફિલ્મના પહેલા દિવસની કમાણી જોઇને એક વાતનો અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ આગળ પણ સારી કમાણી કરશે. જોકે હજુ આ ફિલ્મનું શુક્રવાર, શનિવાર અને રવિવારનું કલેક્શન આવવાનું બાકી છે. એવું પણ કહી શકાય કે ફિલ્મની કમાણીનો આંકડો યથાવત રહેશે તો આ ફિલ્મ માત્ર 4 જ દિવસમાં 100 કરોડનો બિઝનેસ કરી લેશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સલમાનની બજરંગી ભાઇજાનનો રેકોર્ડ તોડી દેશે.

You might also like