સ્કોર્પીયન સબમરીનનો ડેટા ફ્રાંસમાંથી લીક થયો : નૌસેના પ્રમુખ

મુંબઇ : સ્કોર્પીન ડેટા લીક વિવાદમાં એક નવો જ વળાંક આવ્યો છે. ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ સુશીલ લાંબાએ કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડેટા ભારતમાંથી લીક નથી થયા. તપાસમાં બહાર આવ્યું છે કે ડેટા ફ્રાંસમાં સંરક્ષણ કંપની ડીસીએનએસનાં કાર્યાલયમાંથી જ લીક થયો છે.

લાંબા પ્રોજેક્ટ 15બીનાં બીજા જહાજ નિર્દેશિત મિસાઇલ વિધ્વંસક મુર્મુગોવાને સમુદ્રમાં ઉતર્યા બાદનાં ભાષણાં બોલી રહ્યા હતા. એડમિરલ લાંબાએ કહ્યું કે ઉચ્ચસ્તરીય સમિતી અમારી તરફ પણ સ્કોર્પીન લીક મુદ્દે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ તપાસનાં આધારે અમે જોઇશું કે કોઇ સુરક્ષાનાં પગલા ઉઠાવવાની જરૂર છે કે નહી. ભારતીયનૌસેના માટે મુંબઇમાં ડીસીએનએસનાં સહયોગથી બનનારા છ જહાજો અતિ ઉન્નત સ્કોર્પીન સબમરીનની ક્ષમતા સંબંધી 22 હજાર પેજનાં અતિ ગુપ્ત ડેટા લીક થઇ ગયો છે. જેનાં કારણે સુરક્ષા પ્રતિષ્ઠાનોમાં ચકચાર મચી જવા પામી હતી.

સ્કોર્પીન સબમરીનની ક્ષમતા તે સમયે જાહેર થઇ ગઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયન સમાચાર ધ ઓસ્ટ્રેલિયને વેબસાઇટ પર તેનાં રિપોર્ટને જાહેર કરી દીધા હતા. આ સબમરીન 3.5 અબજ ડોલરનાં ખર્ચે મુંબઇનાં મક્ષગાંવ ડોક પર બનાવવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો કે આ ડેટા લીક થવા અંગે બંન્નેમાંથી કોઇ પણ કંપની દોષ સ્વિકારવા માટે તૈયાર નથી.

You might also like