અભિનેત્રી પ્રીતિ ઝિંટાના ભાઇએ ગોળી મારીને કરી આત્મહત્યા

નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાના માસીના ભાઇ નીતિન ચૌહાણે શિમલામાં આત્મહત્યા કરી લીધી છે. નીતિનનાં પિતા જોગેન્દ્રસિંહ પશુપાલન વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર પદ પરથી રિટાયર્ડ છે. મરતા પહેલા પ્રીતિના ભાઇએ સુસાઇડ નોટ પણ લખી હતી. પ્રીતિના માસી શિમલામાં રહે છે.

સુસાઇડ નોટ પર નીતિને પોતાના મૃત્યુ માટે પત્ની અને તેના પરિવારના લોકોને દોષીત ઠેરવ્યા હતા. સુસાઇડ નોટમાં નીતિને લખ્યું કે તેની પત્ની અને તેના પરિવારના લોકો તેને પરેશાન કરે છે. તેની વિરુદ્ધ ખોટા કેસો દાખલ કર્યા હતા. તે પોતાના પુત્રને ખુબ જ પ્રેમ કરે છે પરંતુ તે માતાની સાથે રહેતો હતો.

પોલીસને નીતીનની લાશ તેના ઘરના પાર્કિંગમાથી મળી આવી હતી. જાણકરી અનુસાર નીતિને પાર્કીંગમાં રહેલી ગાડીની પાછળી સીટ પર બેસીને ઘટનાને અંજામ આપ્યો હતો. નીતિને લખ્યું કે તેના પાંચ વર્ષના પુત્રની સાથે મુલાકાત કરવા દેવામાં આવતી નહોતી. તે પોતાના પુત્રને ખઉબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેને મળવા દેવામાં આવતો નહોતો.
પોલીસના અનુસાર નીતિને પિસ્ટલ કાનપટ્ટી પર મુકીને ગોળી ચલાવી હતી. નોંધનીય છે કે નીતિન માળીનું કામ કરતો હતો. તે મુળ શિલાટનો રહેવાસી હતો.

You might also like