ગર્ભવતી મહિલાઅો ઇંડાં ખાય તો બાળકનું અારોગ્ય સુધરે

અત્યાર સુધી એવું માનવામાં અાવતું હતું કે ઇંડા ખાવાથી સાલ્મોનેલ્લા નામના હાનિકારક બેક્ટેરિયા શરીરમાં ઘૂસે છે. સાથે સાથે તેનાથી કોલેસ્ટ્રોલમાં પણ વણજોઈતો વધારો થાય છે. કેટલાક લોકો ઇંડાને ધાર્મિક માન્યતાઅો સાથે જોડે છે. હવે યુરોપિયન ફૂડ સેફ્ટી અોથોરિટીઅે કહ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઅોઅે ખાસ ઇંડા ખાવા જોઈઅે. કારણ કે ઇંડામાં કોલાઈન નામનું પોષક તત્ત્વ રહેલું છે જે ગર્ભસ્થ શિશુની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના બંધારણ માટે જરૂરી છે. તે બાળકના મગજ, કરોડ રજ્જુના બંધારણ અને નવું નવું શીખવાની ક્ષમતાને બુસ્ત અાપે છે. ગર્ભ રહ્યાના ત્રીજા મહીનાથી ઇંડા ખાવાની શરૂઅાત કરી હોય તે માતાના બાળકની વિઝ્યુઅલ મેમરી સ્કીલ પણ વધે છે.

You might also like