ગર્ભવતી મહિલાઓ પાસે ન જાય સ્મોકર્સ

સ્મોકિંગ ન કરતા હોય પરંતુ સ્મોકર્સના સહવાસમાં રહેતા હોય તેમને પેસિવ સ્મોકર્સ ગણાવાય છે. સિગારેટ સ્મોકિંગ કરનારાઓ જેટલું જ જોખમ તેમના સહવાસમાં રહેનારાઓ વહન કરતા હોય છે. આવામાં નવજાત બાળક હોય એવા ઘરમાં જો કોઇ સ્મોક કરતું હોય તો બાળકની મમ્મી બેસ્ટફિડિંગ જલદી છોડી દે એવી શકયતાઓ વધુ રહેલી છે.

બેસ્ટફિડિંગ મેડિસિન જર્નલમાં પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ઘરેલુ સ્મોકર્સની બેસ્ટ ફિડિંગની આદત પર નકારાત્મક અસર પડી શકે છે.

સંશોધનમાં જણાવાયું હતું કે અભ્યસ હેઠળ આવરી લેવાયેલી નવજાત બાળકની મમ્મીઓમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ મહિલાઓના પરિવારમાં તેમના પાર્ટનર્સ કે અન્ય કોઇ સદસ્ય સ્મોકર્સ છે. નવજાત બાળકના પિતા જ જો સ્મોક કરતા હોય તો એવા સંજોગોમાં બેસ્ટફિડિંગ ઓછું પસંદ કરાતું હોય છે.

You might also like