પ્રેગનેન્ટ સ્ત્રીના રૂમમાં cute babyનો ફોટો મૂકતાં પહેલા કેટલીક વાતો

ગર્ભાવસ્થા કોઇ પણ મહિલાના જીવનમાં સુખદ સમય છે જે તેને કોઇ દિવસ ભૂલવા માંગતી હોતી નથી. તે પોતાના આવનારા બાળકમાં જ ખોવાયેલી રહે છે અને ઇચ્છે છે કે તેનું બાળક સુંદર અને સ્વસ્થ જન્મે. એવી સ્થિતિમાં સલાહ આપનારા પણ ઘણા હોય છે. સમજ પડતી નથી કે કોની વાત સાંભળવી.

એવું માનવામાં આવે છે કે દિવાલ પર બાળકનો સુંદર ફોટો લગાવવાથી તમારું બાળક સુંદર જ આવે છે. પરંતુ સત્ય એ છે કે કોઇ પણ બાળકનું મોઢું તેના જેનેટિક ગુણ પર નિર્ભર કરે છે. ખૂબસુકત બાળકોના ફોટા દિવાલ પર લગાવવાથી તમારું બાળક એવું જન્મશે નહીં. જો કે આવા ફોટો જોઇને પ્રેગનેન્ટ મહિલા પોઝીટીવ મહેસૂસ કરશે, જેનાથી તેના સ્વાસ્થ્ય પર સારી અસર પડશે.

સાતમાં મહિના પછી નારિયેળ પાણી પીવાથી બાળકનું મોઢું નારિયેળ જેવું થઇ જાય છે. પરંતુ સત્ય એ છે કે નારિયેળ પાણીપોટેસિયમનો સ્ત્રોત છે અને એ પેટ માટે સારું રહે છે. નોરિયેળ પાણીથી બાળકોના માથા પર કોઇ અસર જોવા મળતી નથી.

એવું પણ માનવમાં આવે છે કે બેબીના માથા પર વધારે વાળ હોવાને કારણે ગર્ભાવસ્થા દરમિયાન માં ને એસિડીટીની સમસ્યા રહે છે. પરંતુ આ તદન ખોટી વાત છે ત્રીજા મહિને બાળક માથું નીચે કરીને પડ્યું રહે છે. માં ને એસિડીટી તેના વધતાં પેટને કારણે થાય છે.

સવાર સવારમાં સફેદ વસ્તુઓ ખાવાથી બાળક ગોરું જન્મે છે. જો આવું હોય તો કોઇ પણ લોકોને ગોરા બનાવવા માટે દૂધ બ્રેડ બરોબર છે. તમે કોઇ પણ ચીજવસ્તુ ખાવ છો તેની લેવા દેવા તમારા બાળકના રંગ પર થતી નથી. બાળકનો રંગ આનુવાંશિક પર નિર્ભર કરે છે.

ગ્રહણ લાગ્યા પછી બહાર નિકળવાથી અથવા બહાર કામ કરવાથી તેની સર બાળક પર પડે છે. જો કે ગ્રહણ લાગવું એ એક પ્રાકૃતિક ઘટના છે, તેનાથી બાળક પર કોઇ અસર પડતી નથી.

માં ના રંગથી બાળકનું લિંગ નિર્ધારણ થાય છે. આ ખોટું છે. જો કે પ્રેગનેન્સી દરમિયાન સ્કીન કલરમાં ફેરફાર હોર્મોન્સના કારણે થાય છે. ગળા પર ડાઘા, ડાર્ક અંડરઆર્મ્સ અને ઘણી વખત મોઢાનો કલર ડાર્ક થઇ જાય છે.

પ્રેગનેન્ટ મહિલાઓને બે લોકો માટે ડાયટ લેવું જોઇએ કારણ કે તે બે લોકો માટે ખાઇ રહી છે. જો કે સત્ય એ છે કે આવું કહેવું ખૂબ સામાન્ય છે, પરંતુ તેટલું ખોટું પણ છે. તમે બે લોકો માટે જરૂરથી ખઇ રહ્યા છો પરંતુ તમારે ખાવાનું પ્રમાણ ડબલ કરી દેવું જોઇએ નહીં. તમારું ડાયટ જેટલું હેલ્ધી હશે તેટલું સારું રહેશે.

You might also like