પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિનામાં ડાયટિંગ જોખમી

એવું મનાય છે કે ગ્ભમાં બાળક થોડુંક મોટું થાય એ પછીથી એની જરૂરિયાત વધે છે, પણ હોકીકત એવી નથી. શરૂઅાતના સમયમાં જો બાળકને પૂરતું પોષણ ન મળે તો તેનો વિકાસ રૂંધાઈ જાય છે. ખાસ કરીને પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિનામાં એટલે ગર્ભધારણ થાય એ પછીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ડાયટિંગ કરવાનું અત્યંત જોખમી છે એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના રિસર્ચરોનું કહેવું છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે પ્રેગ્નન્સીની શરૂઅાતના ત્રણ મહિના દરમિયાન જો ગર્ભને પૂરતાં પોષક તત્ત્વો ન મળી રહે તો એની અસર અજન્મ્યા બાળકના વિકાસ પર પડે છે. અા સમય દરમિયાન ડાયટિંગ અથવા તો કેલરી કન્ટ્રોલ કરવાથી બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર અસર પડી શકે છે.

You might also like