એરેન્જ મેરેજમાં પણ મનપસંદ જીવનસાથી

જીવનસાથીની પસંદગી કરવી તે ખૂબ સમય માગી લે તેવી બાબત છે, પરંતુ આજના જમાનાનાં બિન્ધાસ્ત યુવક-યુવતીઓ પોતાની જાતે જ મેરેજબ્યૂરોના માધ્યમથી પોતાની પસંદગીના પાત્રને પસંદ કરી લે છે. મેરેજબ્યૂરો દ્વારા નોંધાયેલા લગ્નોત્સુકને યોગ્ય કેન્ડિડેટ્સનો બાયૉડેટા એપ્સ મારફતે મોકલવામાં આવે છે. કેન્ડિડેટને પાત્ર પસંદ પડે તો તે પોતાના ફેમિલીને તે અંગેની માહિતી આપી અને વાત આગળ વધારે છે.

આજના સ્પર્ધાત્મક યુગમાં યુવક હોય કે યુવતી તેમની પ્રાથમિકતા કરિયરને આપે છે. માટે લગ્નની ઉંમર થાય ત્યાં સુધી મોટાભાગના લોકો કોઈ પણ રિલેશનશિપથી દૂર રહે છે, પરંતુ જ્યારે તેમની ઉંમર થવા લાગે છે .જાણીતા મેરેજબ્યૂરોમાં ઊંચી ફી ભરીને હાઇફાઇ જીવનસાથીની શોધમાં લાગી જાય છે. સમયની સાથે છોકરીઓ પણ મહત્ત્વાકાંક્ષી બની છે.

બંને પક્ષે પહેલાં એકબીજાના વિચાર મળવા ખૂબ જરૂરી બની ગયા છે. માટે જ પહેલાં એકલા મળવાનું પસંદ કરે છે. મેરેજ બ્યૂરો પણ યુવક-યુવતીઓની આ બાબતને ધ્યાનમાં લઇને વિવિધ કેટેગરી પ્રમાણે ુ લીસ્ટ બનાવતા થયા છે. માત્ર લગ્નમેળાપ જ નહીં પણ પિકનિક અને બીજા પ્રોગ્રામ્સ ગોઠવીને આ પ્રકારે મોડર્ન યુવક-યુવતીઓની મુલાકાત કરાવે છે.

છેલ્લાં ૨૫ વર્ષથી મેરેજબ્યૂરો ચલાવતાં અંગનાબહેન પટેલ કહે છે કે, “છેલ્લાં પાંચ સાત વર્ષથી યુવક-યુવતીઓમાં લગ્નની પસંદગીને લઇને ટ્રેન્ડ બદલાઇ ગયો છે. પોતે કેવું પાત્ર ઇચ્છે છે તે અંગે તેઓ સ્પષ્ટ છે. જેથી અમે વિવિધ કેટેગરી પ્રમાણેના બાયૉડૅટા રાખીએ છીએ. ફેમિલી બેકગ્રાઉન્ડ, લગ્નોત્સુકની ડિમાન્ડ અને ભણતર આ બધી જ બાબતોનું ધ્યાન રાખીને ઇક્વલ લેવલના કેન્ડિડેટ્સને બાયૉડૅટા ફોરવર્ડ કરીએ છીએ.

તાજેતરમાં મેરેજબ્યૂરોમાંથી જીવનસાથી પસંદ કરનાર સ્તુતિ શાહ કહે છે કે, “મને પહેલાં મેરેજબ્યૂરોમાંથી પાંચથી સાત અરજી ફોરવર્ડ કરવામાં આવી હતી. જેમાંથી મેં એક એપ્લિકેશન પસંદ કરી હતી. પહેલાં હું તે વ્યક્તિ સાથે મળી અને તે પસંદ આવ્યો પછી પરિવારના સભ્યો સાથે મિટિંગ કરીને નક્કી કર્યું.”

તો બીજી બાજુ અંકિત પટેલ કહે છે કે, “અમારું સ્ટેટ્સ થોડું હાઈ છે એટલે મેં મેરેજબ્યૂરોમાં પહેલેથી એવી જ રીતે વાત કરેલી કે મારા ફેમિલી અને મને સેટ થાય એવી છોકરીઓ બતાવે. તે લોકો મને હાલમાં છોકરીઓ બતાવી રહ્યા છે પરંતુ મારા ફેમિલી સ્ટેટ્સ પ્રમાણે યુવતી મળી નથી.”

કૃપા મહેતા

You might also like