પ્રીતિનાં લગ્ન બે અલગ અલગ રિવાજ પ્રમાણે થશે

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પોતાનાથી 10 વર્ષ નાના બોયફ્રેન્ડ જીન ગુડઇનફ સાથે એપ્રિલથી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. એવું સાંભળવા મળી રહ્યું છે કે આ લગ્ન એક રીતથી નહીં બે અલગ અલગ ધર્મના રીતિ રિવાજ મુજબ કરવામાં આવશે. પહેલાં પ્રીતિ અને ગુડનઇફ(31) લોસ એન્જેલસમાં ચર્ચ વેડિંગ કરશે જેમાં કપલના ફેમિલિ મેમ્બર્સ અને નજીકના મિત્રો સામેલ થશે. ત્યાર બાદ તેઓ મુંબઇમાં રાજપૂત વેડિંગ કરશે.

સૂત્રોને અનુસાર પ્રીતિ પાછલા એક વર્ષથી જીન ગુડનાઇફને ડેટ કરી રહી છે. જીન 31 વર્ષનો છે અને તે લોસ એન્જેલસમાં રહે છે. તે ફાયનાન્સિયલ એનાલિસ્ટ છે. આ પહેલાં પણ એવી ચર્ચા ચાલી હતી કે આ બંને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પ્રીતિ અને જીન થોડાક સમય પહેલાં અમેરિકામાં એક ટ્રિપ દરમિયાન મળ્યાં હતા.

You might also like