Categories: Business Trending

Stock Market: ગુરુવારે એક્સપાયરી પૂર્વે શેરબજારમાં સાવચેતી

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૫ પોઇન્ટના ઘટાડે ૩૫,૧૨૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૯ પોઇન્ટના ઘટાડે ૧૦,૬૬૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેરમાં આજે પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું.

મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી તો બીજી બાજુ કેપિટલ ગુડ્સ કંપનીના શેરમાં સુધારો જોવા મળ્યો હતો. ગુરુવારે એક્સપાયરી પૂર્વે શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાઇ હતી.

લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના શેરમાં સારાં પરિણામ આવતાં આજે શરૂઆતે આ કંપનીના શેરમાં બે ટકાનો સુધારો જોવા મળ્યો હતો. એનટીપીસી અને પાવર ગ્રીડ કંપનીના શેરમાં પણ ૦.૯૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે વેદાન્તા, આઇસીઆઇસીઆઇના શેર બે ટકા સુધી તૂટ્યા હતા. દરમિયાન બેન્ક નિફ્ટી પણ નીચા ગેપથી ખૂલી હતી.

બેન્ક નિફ્ટી ૧૩૪ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૨૬,૪૮૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે બીજા દિવસે મનપસંદ બેવરેજિસનો શેર તૂટ્યો હતો. આજે શરૂઆતે ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને લોઅર સર્કિટ લાગી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધુ તૂટ્યા છે. ક્રૂડ ઉત્પાદન કરતા દેશો દ્વારા ઉથ્પાદન વધારાતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાય વધ્યો છે અને તેથી ભાવમાં ઘટાડો નોંધાયો છે. નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૧.૫૬ ટકાનો ઘટાડો નોંધાઇ ૬૬.૮૨ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ પહોંચ્યા છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૫.૬૮ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવા મળ્યા છે.

કેપિટલ ગુડ્સ કંપનીના શેર અપ

લાર્સન એન્ડ ટુબ્રો ૩.૨૨ ટકા
એબીબી ૦.૩૪ ટકા
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ ૧.૧૪ ટકા
થર્મેક્સ ૧.૫૨ ટકા
બીઈએમએલ ૦.૫૯ ટકા
divyesh

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

14 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

14 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

15 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

15 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

15 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

15 hours ago