પ્રી-ડાયાબિટિક લોકોનાે વજનમાં થાય છે વધારો

એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સાંજના સમયે વધુ એક્ટિવ રહેતા હોય અાવા લોકો મોટા ભાગે અપૂરતી ઊંઘની સમસ્યાથી પીડાતા હોય છે. નિયત સમયે સૂઇ જનારા અને પૂરતી ઊંઘ લેનારા લોકોનું વજન વધતું નથી.

જેને કારણે તેમનામાં ડાયાબિટિસનું સંભવિત જોખમ ટાળી શકાય છે. પ્રી-ડાયાબિટિક એવી અવસ્થા છે જ્યાં બ્લડશુગરનું પ્રમાણ સામાન્ય કરતાં ઊંચું હોય છે, પણ એવા લોકોમાં ડાયાબિટિસનું નિદાન થયું હોતું નથી. ખોરાક અને કસરતમાં ફેરફાર ન કરે તો પ્રી-ડાયાબેટિક પેશન્ટને ડાયાબિટિસ થવાની શકયતા વધુ હોય છે. સંશોધકોએ ર૧૩૩ પ્રી-ડાયાબિટિક પેશન્ટોનો અભ્યાસ કર્યો હતો.

You might also like