પ્રવિણ તોગડિયા આમરણ ઉપવાસ પર, સંતો-કાર્યકરો ઉપવાસમાં જોડાશે

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા પદ પરથી દૂર થયા બાદ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રવિણ તોગડિયાએ જાહેરાત કરી છે કે તેઓ અયોધ્યમાં રામ મંદિર નિર્માણને લઇને આમરણ ઉપવાસ શરૂ કરશે. પ્રવિણ તોગડીયાએ વડાપ્રધા નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી હતી.

તોગડીયા કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદને કહ્યું હતું કે એક વખતા અમે સંસદમાં બહુમતિ સરકાર બનાવીએ તો અમે વિધેયક પાસ કરીને રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બનાવીશું.

પ્રવિણ તોગડીયાએ પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે સરહદ પર સૈનિક સુરક્ષિત નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. અમારી દિકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી અને વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય છે. પ્રવિણ તોગડીયા 32 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રહ્યાં. પ્રવિણ તોગડીયાને નવી ટીમમાં સ્થાન મળ્યું નથી અને આ સાથે પ્રવીણ તોગડીયાએ સંગઠન છોડવાની પણ જાહેરાત કરી હતી.

વિશ્વહિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આજથી આમરણ ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે. વિશ્વહિન્દુ પરિષદના કાર્યાલય ખાતે જ આ ઉપવાસ કરવામાં આવશે.. ત્યારે પ્રવિણ તોગડિયાના સમર્થનમાં મોટી સંખ્યામાં VHP ના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આ ઉપવાસ આંદોલનમાં જોડાય તેની શકયતા છે.

પ્રવીણ તોગડિયાના આ આંદોલનને અખિલસ વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટનું સમર્થન મળ્યું છે. ત્યારે વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટના સહિત દેશભરમાંથી સંતો મહંતો પણ મોટી સંખ્યામાં આ ઉપવાસ આંદોલનમાં જોડાય શકે છે.

You might also like