હિન્દુઓને હવે વધુ લુંટાવવા નહી દઇએ: પ્રવીણ તોગડીયા

બરેલી: વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓને હવે વધુ લુંટાવવા દેવામાં નહી આવે અને આ હેતુંથી એક કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે.

પ્રવિણ તોગડીયાએ ગઇકાલે અહીં ‘સામાજિક ‘સમરસતા કાર્યક્રમ’ને સંબોધિત કરતાં પ્રદેશ સરકાર પર હિન્દુઓની ઉપેક્ષા કરવાનો આદેશ લગાવતાં કહ્યું કે બહુસંખ્યક સમુદાય માટે પણ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવી જોઇએ. તેમણે સપા સરકાર પર અલ્પસંખ્યક તુષ્ટિકરણની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રવિણ તોગડીયાએ કહ્યું કે સરકાર દર વર્ષે રોડ બનાવવા માટે 30 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ આત્મહત્યા કરવા માટે મજબૂર થઇ રહેલા ખેડૂતો માટે કશું કરવામાં આવતું નથી કારણ કે તેમાંથી મોટાભાગના બહુસંખ્યક સમાજના છે.

વિહિપ નેતાએ એમપણ કહ્યું કે અલગાવાદી અને તોફાની તાકતો જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનના ધ્વજ ફરકાવે રહી છે અને ભારતીય સંવિધાનની મજાક ઉડાવી રહી છે.

You might also like