પ્રવિણ તોગડિયાએ નવા સંગઠનની કરી જાહેરાત, જાણો કયો છે નવો પક્ષ?

વિશ્વ હિન્દુ પરિષદનાં પૂર્વ કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા એવાં પ્રવિણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનાં નવા સંગઠનની જાહેરાત કરી છે. 24 જૂને દિલ્હીમાં હિંદુ અભિયાનની શરૂઆત કરવાની તોગડિયાએ જાહેરાત કરી છે.

તોગડિયાએ કહ્યું કે, દિલ્હીમાં પોતાની નવી સંસ્થાનાં નામની તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવશે. તો તોગડિયાએ મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે દેશનાં 52 ટકા ખેડૂતો પર પર દેવું છે. 17 વર્ષમાં 3 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને માત્ર 8 ટકા ખેડૂતોને જ પાક વીમાનો લાભ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે તેઓએ અગાઉ થોડાંક દિવસ પહેલાં પણ નવું સંગઠન રચવાની જાહેરાત કરી હતી. જેની જાહેરાત પ્રવિણ તોગડિયાએ કરી દીધી છે. આ સંગઠનનું નામ “આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ” સંગઠન તરીકે તેનાં નામની જાહેરાત કરી દીધી છે.

જેથી તેઓ હવે VHPનાં કાર્યકર્તાઓ સાથે નવા સંગઠનની રચના ઘડવા માટેની રણનિતી ઘડશે. જેમાં હિંદુ હી આગે, ગૌ હત્યા અટકાવવી તેમજ ખેડૂતોનાં દેવા માફ કરવા જેવાં અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ સંગઠનની રચના કરવામાં આવી છે. તેમજ મહત્વનું છે કે આગામી સમયમાં પણ તેઓ હવે આને લગતી રણનિતી જાહેર કરશે.

You might also like