રિયો ઓલિમ્પિકમાં નરસિંહ યાદવની જગ્યાએ જશે પ્રવીણ રાણા

નવી દિલ્હી : ભારતીય કુસ્તી સંઘેના જણાવ્યા અનુસાર ઓલિમ્પિકમાં પહલવાન નરસિંહ યાદવની જગ્યાએ પ્રવીણ રાણા જશે. રાણાનું નામ ભારતીય ઓલિમ્પિક સંઘને મોકલવામાં આવ્યું છે. પ્રવીણ રાણા એ જ કુસ્તીબાજ છે જેણે નરસિંહ યાદને ફાઇનલ ટ્રાયલમાં પરાજય આપ્યો હતો.

રિયો ઓલિમ્પિકમાં પહલવાન નરસિંહ યાદવની જગ્યાએ જનાર રાણાએ કહ્યું કે તે રિયો જવા પર ખુશ છે અને પોતાના તરફથી સારા પ્રદર્શનની આશા રાખે છે. રાણાએ કહ્યું કે તે નરસિંહને પોતાનો ભાઇ માને છે અને એ વાતથી દુખી છે કે નરસિંહ રિયો ઓલિમ્પિકમાં જઇ શક્યો નહીં.

ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ વૃજભૂષણ સિંહને જ્યારે પુછવામાં આવ્યું કે નરસિંહની જગ્યાએ પ્રવીણના નામની જગ્યાએ સુશીલ કુમારનું નામ કેમ નહીં. તો તેના જવાબમાં કહ્યું કે સુશીલ હાજર નથી અને રાણા શરૂઆતથી જ કેમ્પમાં હાજર રહ્યો છે. વૃજભૂષણે જણાવ્યું કે જો રાણાનું નામ તે કેટેગરીમાં દાવેદારી નિશ્ચિત કરવા મોકલવામાં આવ્યું છે જો નરસિંહ યાદવને NADAમાંથી ક્લીન ચીટ મળી જાય છે તો તે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.

You might also like