આત્મહત્યા સમયે પ્રત્યુષા નશામાં ચકચુર હતી : રિપોર્ટ

મુંબઇ : પ્રત્યુષા મૃત્યુ કેસનો કેમિકલ એનાલિસિસ રિપોર્ટ આવી ચુક્યો છે. આ રિપોર્ટ અુસાર અભિનેત્રી મૃત્યુ સમયે ખુબ જ નશામાં હતી. અહેવાલ અનુસાર આત્મહત્યા સમયે પ્રત્યુષા નશામાં એટલી ચકચુર હતી કે તે પોતાની જાત પણ સંભાળી શકે તેમ નહોતી. તેનાં શરીરમાંથી 135 મિલિગ્રામ જેટલું આલ્કોહલ મળી આવ્યું છે. જે સામાન્યથી ઘણું ઉંચુ કહેવામાં આવે છે. પોલીસે પ્રત્યુષાનાં વિસરા અને યુટરસનાં સેમ્પલ ફોરેન્સીક લેબમાં તપાસાર્થે મોકલ્યા હતા. અહેવાલ અનુસાર પ્રત્યુષાનાં શરીરમાંથી ઇથાઇલ આલ્કોહોલ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે.

135 મિલિગ્રામ આલ્કોહોલ જેનાં શરીરમાં હોય તે વ્યક્તિ ઉન્માદભરી પરિસ્થિતીમાં હોય તેવું કહી શકાય. ડોક્ટર્સનાં અુસાર શરીરમાં 30 મિલિગ્રામથી વધારે આલ્કોહોલ ન હોવું જોઇએ.જો વ્યક્તિનાં શરીરમાં 100 મિલિગ્રામ જેટલું આલ્કોહોલ હોય તો તે પોતાની આંખો ખુલ્લી રાખી શકતો નથી, ઉભો રહી શકતો નથી અને બોલી પણ શકવા સમર્થ હોતો નથી. તે બેભાનાવસ્થામાં જતો રહે છે. તો પ્રત્યુષાએ તો 130 મિલિગ્રામ જેટલું આલ્કોહોલ મળી આવ્યું છે.

135 મિલિગ્રામ જેટલા આલ્કોહોલીક લેવલ પર વ્યક્તિનાં મૃત્યુની શક્યતાઓ વધી જાય છે. તે ડિપ્રેશનમાં સરી પડે છે. તેનો પોતાનાં પર કોઇ કાબુ રહેતો નથી. પ્રત્યુષાનાં કેસમાં પણ આવું બન્યુ હોઇ શકે છે. આ અહેવાલ બાદ પ્રત્યુષા કેસમાં કોઇ નવો વળાંક આવે તેવી શક્યતાઓ છે. ઉપરાંત મુંબઇ હાઇકોર્ટ પહેલાથી જ ક્રાઇમ બ્રાંચને કેસની તપાસ સોંપવાની મનાઇ કરી ચુક્યું છે. ઉપરાંત પોલીસને પણ આ અંગે તપાસ કરી શક્ય તેટલો ઝડપી રિપોર્ટ રજુ કરવા માટે જણાવ્યું છે. આગામી સુનવણી 4મેનાં રોજ થનાર છે.

You might also like