પ્રત્યુષા કેસઃ ચાર્જશીટ બાદ અારોપી બોયફ્રેન્ડ ગાયબ થયો

મુંબઈઃ બાલિકા વધુ ફેમ પ્રત્યુષા બેનરજી મોતના કેસમાં અારોપી બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહ ફરાર થઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ગયા અઠવાડિયે કોર્ટે અા કેસમાં રાહુલની અાગોતરા જામીનઅરજી નકારી દીધી હતી, ત્યારબાદથી તે ગાયબ છે.

રાહુલ પર પ્રત્યુષાને અાત્મહત્યા માટે ઉશ્કેરવાનો, ધમકી અાપવાનો અને તેને પરેશાન કરવાનો અાક્ષેપ લાગ્યો છે. ૧,૦૧૧ પેજની ચાર્જશીટમાં પોલીસે રાહુલને કલમ ૩૦૬, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ હેઠળ અારોપી બનાવ્યો છે. ચાર્જશીટમાં પ્રત્યુષા સાથે માગણી કરી હોવાનો પણ ઉલ્લેખ છે. પોલીસે ૪૫ સાક્ષીઅોનાં નિવેદન પણ કોર્ટમાં રજૂ કર્યાં છે. અા ઉપરાંત પ્રત્યુષા-રાહુલ રાજસિંહની વચ્ચે છેલ્લી વાતચીતનો અોડિયો રેકોર્ડિંગ પણ રજૂ કર્યો છે. રાહુલની મિત્ર સલોની શર્મા, પ્રત્યુષાની માતા અને પ્રત્યુષાના ઇન્કમટેક્સ રિટર્નની માહિતી પણ રજૂ કરાઈ છે, જે દિવસે ચાર્જશીટ રજૂ કરાઈ ત્યારે રાહુલ કોર્ટમાં હાજર હતો. ત્યારબાદ રાહુલ ગાયબ થયો છે.

હાલમાં તેનો ફોન સ્વિચ અોફ છે અને લોકેશન પણ અનટ્રેસેબલ છે.
પોલીસસૂત્રોઅે જણાવ્યું કે પોલીસની ટીમ જ્યારે તલાશી લેવા રાહુલના અેપાર્ટમેન્ટમાં પહોંચી તો ત્યાં તાળું લટકી રહ્યું હતું. રાહુલ મળશે તો તરત જ તેની ધરપકડ કરવામાં અાવશે.

You might also like