પ્રત્યુષાની બાયોપિક્સ બનશે..

મુંબઇઃ બાલિકા વધુ સિરીયલથી પોતાની ઓળખ ઉભી કરનાર પ્રત્યૂષા બેનર્જીના આત્મહત્યાના સમાચારે ગ્લેમરની દુનિયાને હચમચાવી દીધી છે. દરેક વ્યક્તિ જાણવા ઇચ્છે છે કે આખરે કયા કારણે પ્રત્યૂષાએ આટલી નાની ઉંમરમાં મોતને ગળે લગાડીને દુનિયાને અલવિદા કરી દીધી.  ત્યારે એક અંગ્રેજી વેબસાઇટ તરથી મળતી માહિતી મુજબ જલ્દી પ્રત્યૂષા બેનર્જીની બાયોપિક્સ મોટા પડદા પર જોવા મળશે.

પ્રત્યૂષાના જીવન પર બની રહેલી આ બાયોપિકમાં સાઉથની અભિનેત્રી તનીષા સિંહ પ્રત્યૂષાના કિરદારમાં જોવા મળશે. જ્યારે પ્રત્યૂષાના બોયફ્રેન્ડ રાહુલ રાજના કિરદારમાં અભિનેતા શ્રવન રાઘવ જોવા મળશે. આ ફિલ્મને મુકેશ નારાયણ ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શુટિંગ મે મહિનામાં શરૂ થશે. ઉલ્લેખનિય છે કે ટીવી ઇન્ડસ્ટ્રિની જાણીતી અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જી પોતાના બોયફ્રેન્ડ રાહુલ રાજ સાથે લિવઇનમાં રહી રહી હતી. તેના બોયફ્રેન્ડ સાથે ઝગડો થયા પછી પ્રથમ એપ્રિલે તેણે મોતને ગળે લગાવ્યું છે. ત્યારે પ્રત્યૂષાના પરિવારજનો પ્રત્યૂષાની આત્મહત્યા માટે રાહુલ રાજને જવાબદાર ઠેરવી રહ્યાં છે.

 

You might also like