બાલિકા બધૂ ફેઈમ પ્રત્યૂષાનો પોલીસ પર છેડતીનો આક્ષેપ

મુંબઈ: ટીવી કલાકાર પ્રત્યૂષા બેનરજીઅે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પોલીસ વર્દીમાં આવેલા કેટલાક લોકોઅે તેના કાંદીવલી ખાતેના ફલેટમાં ઘૂસી જઈને તેની છેડતી કરી હતી. અા અંગે પ્રત્યૂષાઅે કાંદીવલી પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોેંધાવી છે.

ફરિયાદમાં પ્રત્યૂષાઅે આક્ષેપ કર્યો છે કે કાર લાેનની વસૂલાતના મામલે કેટલાક લોકો નશો કરેલી હાલતમાં ૩૦ ડિસેમ્બરે તેના ફલેટ પર આવ્યા હતા. અને તેઓઅે તેની અને તેના દોસ્ત સાથે ઝગડો કર્યો હતો. ત્યારે પ્રત્યૂષાઅે તેમને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. અને બાદમાં તેના દોસ્તે રિકવરી માટે આવેલા લોકોને ભગાડી દીધા હતા.

આ અંગે પ્રત્યૂષા અને તેના મિત્ર સામે લોનની વસૂલાત માટે આવેેલા લોકોઅે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ પ્રત્યૂષાના ઘેર તપાસ માટે ગઈ હતી. આ અંગે પ્રત્યૂષાઅે આક્ષેપ કર્યો હતો કે પોલીસ કર્મીઓઅે તેની સાથે છેડછાડ કરી હતી. અને જ્યારે તે ફરિયાદ નોંધાવવા કાંદીવલી પોલીસ મથક ગઈ હતી ત્યારે તેને ચાર કલાક રાહ જોવી પડી હતી.

આખરે ડોલી બિંદ્રા તેની મદદે આવ્યા બાદ કેસ દાખલ થયો હતો. પ્રત્યૂષા કલર્સ ચેનલ પરની શ્રેણી બાલિકા બધૂમાં આનંદીનું પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત તે બિગ બોસમાં પણ ભાગ લઈ ચૂકી છે. તેમજ સોની ટીવીના શો પેવર કપલમાં પણ જોવા મ‍ળી રહી છે. આ ઉપરાંત કલર્સના રિયાલિટી શો ઝલક દિખલા જા માં ભાગ લઈ ચૂકી છે.

You might also like