પ્રત્યુષા પ્રેગ્નન્ટ હતી, અાપઘાત પહેલાં એબોર્શન કરાવ્યું હતુંઃ ડોક્ટરોનો રિપોર્ટ

મુંબઈ: મુંબઈની જે જે હોસ્પિટલના રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે પ્રત્યુષા બેનરજી ગર્ભવતી હતી. ડોક્ટરોનું માનવું છે કે આ ૨૪ વર્ષીય ટેલિવૂડ અભિનેત્રીએ ૧ એપ્રિલે સ્યુસાઈડના એક િદવસ પહેલા એબોર્શન કરાવ્યું હતું. આ અભિનેત્રીના મૃત્યુ બાદ દાવો કરાયો છે કે તે પ્રેગ્નન્ટ હતી.

જે જે હોસ્પિટલમાં પ્રત્યુષાના યુટ્રસના ટિશ્યૂઝનું હિસ્ટોપેથોલોજિકલ એક્ઝામિનેશન કરાયું હતું. ત્યાર બાદ આ ખુલાસો થયો છે. એક અંગ્રેજી ન્યૂઝ પેપરના સમાચાર મુજબ આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તે થોડા િદવસ પહેલાં અથવા મહિના પહેલાં પ્રેગ્નન્ટ થઈ હતી. યુટ્રસમાં સેકન્ડરી ઈન્ફેકશન અને ઈન્જરી મળી છે. જે મિસકેરેજ કે અબોર્શન વખતે થાય છે.

ડોક્ટરનું કહેવું છે કે આ ઈન્જરી ત્યારે જ થાય છે ત્યારે અબોર્શન કરાવ્યું હોય. ડોક્ટરનું વાત માનીએ તો પ્રત્યુષાએ સ્યુસાઈડ પહેલાં મોટું પગલું ભરતા ગર્ભપાત કરાવી કરાવી લીધો હતો.

નિષ્ણાતોનું કહેવુ છે કે આ ન જન્મેલા બાળકના પિતા કોણ હતા તે સાબિત કરવામાં પોલીસને મોટી મુશ્કેલી થશે. તેમનું કહેવું છે કે કોઈ ટિશ્યુ હાજર નથી. આ હાલતમાં ડીએને ટેસ્ટ કરવો પડકારરૂપ બનશે. પ્રત્યુષા પોતાના બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી. બંને એ જ ફ્લેટમાં એક સાથે રહેતાં હતાં જ્યાં પ્રત્યુષાની લાશ પંખા પર લટકેલી મળી હતી.

You might also like