પ્રત્યુષાઅે મા-બાપને અઢી કરોડ અાપ્યા હતા

મુંબઈ: પ્રત્યુષા બેનરજી અાત્મહત્યા કેસમાં રોજ એક પછી એક નવા ખુલાસા થતા જાય છે. પોલીસ તપાસમાં અે વાત સામે અાવી છે કે પ્રત્યુષાઅે પોતાનાં માતા-પિતા અને લિવ ઇન પાર્ટનર રાહુલ રાજસિંહના એકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રત્યુષાઅે છેલ્લાં ચાર વર્ષમાં પોતાનાં માતા-પિતાને ૨.૫ કરોડ રૂપિયા અાપ્યા હતા. જ્યારે છેલ્લા ૧૦ મહિનામાં રાહુલના બેંક એકાઉન્ટમાં ૩૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે પોલીસે પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલા સવાલ પ્રત્યુષાનાં માતા-પિતાને પૂછ્યા તો તેઅો પોલીસને જવાબ અાપી ન શક્યા.

પોલીસ તપાસમાં અે વાત પણ સામે અાવી છે કે પ્રત્યુષાના પેરેન્ટ્સ અને બોયફ્રેન્ડ રાહુલ પૈસા માટે સતત દબાણ કરતા રહેતાં. અા જ તે કારણે ડિપ્રેશનમાં હતી. અા જ દબાણને કારણે પ્રત્યુષાએ માતા-પિતાના ફોન કોલ ઉઠાવવાના બંધ કરી દીધા હતા. તપાસમાં અે વાત પણ સામે અાવી છે કે રાહુલ ફિલ્મ પ્રોડક્શનનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતો હતો. અા માટે તેણે પ્રત્યુષા પાસેથી મોટી રકમ પણ લીધી હતી.

રાહુલ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની શરૂઅાત કર્યા બાદ પ્રત્યુષાઅે માતા-પિતાને પૈસા ન અાપ્યા અને તેમની સાથે સંપર્ક પણ ન રાખ્યો. પ્રત્યુષાનાં બે ખાતાંઅોમાં હજુ પણ ૭૫ લાખ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી પોલીસ તપાસમાં પ્રત્યુષાની અાત્મહત્યાનું યોગ્ય કારણ જાણી શકાયું નથી. પોલીસ કેટલાયે એન્ગલથી અા હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી રહી છે.

You might also like