પ્રત્યૂષાના બોયફ્રેન્ડનું નિવેદનઃ આ ઘટનાથી હું ડરી ગયો છું

મુંબઇઃ અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીની આત્મહત્યા પછી પ્રથમ વખત તેના બોયફ્રેન્ડ રાહુલ રાજે પોલીસને નિવેદન આપ્યું છે. રાહુલે આ મામલે જણાવ્યું કે જ્યારે તે કાલે સાંજે સાડાચાર વાગે ઘરે પહોંચ્યો. ત્યારે બેડરૂમ બંધ હતો. બેડરૂમની એક ચાવી તેની પાસે અને એક ચાવી પ્રત્યુષા પાસે રહેતી હતી. રાહુલને જણાવ્યું કે તે અંદરના બેડરૂમમાં ગયો તો ત્યાં પ્રત્યૂષા પંખા પર લટકેલી હાલતમાં હતી. હું ખૂબ જ ડરી ગયો. મેં પડોશીઓની મદદથી પ્રત્યૂષાને ઉતારી અને અમે તેને નજીકની હોસ્પિટલ કોકિલાબેનમાં લઇ ગયા. અમને એવું હતું કે તે બચી જશે. તેણે વધુમાં જણાવ્યું કે હું ખૂબ જ ડરી ગયો હતો અને પ્રત્યૂષાના આવા પગલાથી હેરાન પણ થઇ ગયો હતો. તેના કારણે જ મેં પોલીસને જાણકારી આપી ન હતી. તપાસ દરમ્યાન કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે પ્રત્યૂષા મૃત્યુ પામી ચૂકી છે. ત્યાર બાદ મેં પ્રત્યૂષાના પરિવારજનો અને કેટલાક મિત્રોને તે અંગેની જાણકારી આપી હતી. જ્યારે પોલીસને જાણકારી હોસ્પિટલ દ્વારા જ આપવામાં આવી હતી.

prtusha1-newપ્રત્યૂષાનો બોયફ્રેન્ડ સાથે થયો હતો ઝગડોઃ પ્રત્યૂષાએ ગઇ કાલે તેના જ ઘરમાં અત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ મામલે પોલીસે તેના મિત્રો અને પરિવારજનો સાથે પૂછપરછ દ્વારા તપાસ હાથ ધરી છે. આ મામલે પ્રત્યૂષાના એક નિકટના મિત્રએ જણાવ્યું છે કે રાહુલના બધા જ ખર્ચા તે ઉઠાવતી હતી. હોળીના દિવસે પ્રત્યુષાએ તેના મિત્રને રડતા રડતાજણાવ્યું હતું કે તેની સાથે ચીટિંગ થયું છે. તેના થોડા જ દિવસમાં તેણે આત્મહત્યા કરી છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે શું પ્રત્યુષાએ તેના બોયફ્રેન્ડને કારણે જ આત્મહત્યા કરી છે?

કેવા હતા રાહુલ અને પ્રત્યુષાના સંબંધોઃ જે દિવસે પ્રત્યુષાએ આત્મહત્યા કરી તે જ દિવસે સવારે રાહુલ અને પ્રત્યુષા મલાડના એક શોપિંગ મોલમાં ગયા હતા. જ્યાં તેનો રાહુલ સાથે ઝગડો થયો હતો અને રાહુલે તેને થપ્પડ માર્યો હતો. થપ્પડ એટલો જોરદાર હતો કે પ્રત્યૂષા પડી ગઇ હતી. પ્રત્યુષા છેલ્લાં કેટલાય દિવસથી ખૂબ જ પરેશાન હતી. ગત વર્ષ નવેમ્બરથી પ્રત્યુષા ટવિટર પર પણ સક્રિય નથી. હાલ તો પોલીસ આ મામલે વિવિધ બાબતો પર તપાસ કરી રહી છે અને પ્રત્યુષાની રહસ્યમ આત્મહત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

You might also like