સપાનું અધ્યક્ષપદ ગુમાવવાનું મારા પિતાને દુઃખ નથીઃ પ્રતીક યાદવ

લખનૌ: યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવના ભાઈ અને મુલાયમસિંહના અબજપતિ પુત્ર પ્રતીક યાદવે તેમના પિતા વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેમના પિતાને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષપદેથી હટાવાયા હતા ત્યારે તેમને પદ ગુમાવવાનું જરા પણ દુઃખ ન હતું. એક મુલાકાતમાં પ્રતીકે જણાવ્યું હતું કે તે દિવસે મારા પિતા ખૂબ જ ખુશ હતા.

મુલાયમસિંહના પુત્ર પ્રતીકે કરેલા આ ખુલાસાથી અનેક સવાલ થઈ રહ્યા છે કે પ્રમુખપદ પરથી હટાવવામાં આવવા છતાં તેઓ ખુશ કેમ હતા. કદાચ આ ઝઘડો પ્લાન્ટેડ તો ન હતો ને. પ્રતીકે આ મુલાકાતમાં પહેલીવાર અમરસિંહથી લઈને ગાયત્રી પ્રજાપતિ અને તેની માતા અને અખિલેશ સાથેના સંબંધ અંગે તેમજ તેની સવા પાંચ કરોડની કાર અંગે મુક્ત મને વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતીક યાદવ હાલ તેની માતા સાધના અને પિતા મુલાયમ સાથે લખનૌના 5-વિક્રમાદિત્ય વાળા બંગલામાં રહે છે. તે રિયલ એસ્ટેટ અને ફિટનેસ સેન્ટરનો વ્યવસાય કરે છે. મુલાયમસિંહના પરિવારમાં પ્રતીક એકલો જ આવો વ્યવસાય કરે છે. પ્રતીકે જણાવ્યું હતું કે તેના પિતાને પ્રમુખપદ પરથી હટાવવામાં આવ્યા હતા તેનો કોઈ જ રંજ ન હતો. તે દિવસે પણ તેઓ ખુશ હતા. અને આરામથી તેમણે ભોજન કર્યું હતું. તેમને ખુશ જોઈને અમે પણ આનંદમાં આવી ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like