જવાનો પર વિવાદિત નિવેદન આપનારા ભાજપ સમર્થિત MLCની હકાલપટ્ટી

મુંબઇ : મહારાષ્ટ્ર વિધાન પરિષદના સ્થાનીક એકમની ચૂંટણી દરમિયાન સૈનિકો પર વિવાદાસ્પદ નિવેદન આપનારા સોલાપુરનાં પાર્ષદ પ્રશાંત પરિચારકને ડોઢ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અપક્ષ પાર્ષદ પરિચારકને ભાજપ તરફથી સમર્થન પ્રાપ્ત હતું. પરિચારકની વિરુદ્ધ કાર્યવાહીની માંગના મુદ્દે સદનની કાર્યવાહી 3 દિવસ સુધી સ્થગીત રહી હતી.

બીજી તરફ સરકારની સહયોગી શિવસેનાએ પણ આ મુદ્દે ચર્ચામાં ભાગ લેતા પરિચારકની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સદનનાં નેતા અને મંત્રી ચંદ્રકાંત પાટીલે ગુરૂવારે કહ્યું કે પરિચારકે સૈનિક પ્રત્યે જે અપમાનજનક શબ્દો વાપર્યા તેને માત્ર માફી માંગવાથી ભુલી ન શકાય.

હવે વિધાનપરિષદનાં અધ્યક્ષ રામરાજે નિમ્બાલકરની અધ્યક્ષતાવાળી કમિટી આ મુદ્દે તપાસ કરશે. મોનસૂન સત્ર દરમિયાન તેનાં રિપોર્ટ સદનમાં રજુ કરવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિચારકે મહારાષ્ટ્રનાં પંઢરપુરમાં આયોજીત એક ચૂંટણી રેલી દરમિયાન સૈનિકોનાં મુદ્દે ટીપ્પણી કરી હતી. પરિચારકનો સૈનિક પર વાંધાજનક ટીપ્પણી કરતો વીડિયો વાઇરલ થયો હતો.

You might also like