Public Review: નબળી સ્ટોરીઃ પ્રનૂતન બહલ-ઝહીર ઇકબાલની કેમિસ્ટ્રી સારી

ફિલ્મમાં પ્રનૂતન બહલ અને ઝહીર ઇકબાલની કેમિસ્ટ્રી સારી છે, જોકે કે એક્ટિંગમાં થોડી વધુ મહેનત કરવાની જરૂર છે તો બીજી બાજુ અન્ય કલાકારોએ પણ બેસ્ટ એક્ટિંગ આપવાની કોશિશ કરી છે. ફિલ્મનાં સોન્ગ સારાં છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ. શિવાંગિની બાથમ, સોલા

આ એક રોમાન્ટિક ફિલ્મ છે. પ્રનૂતન બહલ અને ઝહીર ઇકબાલની કેમિસ્ટ્રી ફિલ્મની વાર્તાને જીવંત બનાવે છે. આ ફિલ્મની સ્ટોરી રસપ્રદ છે, પરંતુ ફિલ્મને હજુ સારી બનાવી શકાઈ હોત. ઇકબાલની એક્ટિંગ પણ સારી છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ. શ્રદ્ધા ભૂવા, ગોતા

‘નોટબુક’ની સ્ટોરીમાં કોઈ ખાસ દમ નથી. ફિલ્મમાં કેટલાક શાનદાર ડાયલોગ્સ છે તેમજ અનેક સીન તમને ગમે તેેવા પણ છે. ફિલ્મમાં દરેક કેરેક્ટરના જીવનને હજુ થોડી સારી રીતે બતાવ્યું હોત તો વધારે સારું રહેત. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ. પ્રેમલતા શ્રીમાળી, જીવરાજપાર્ક ફિલ્મની સૌથી મોટી નબળાઈ તેની વાર્તા છે. સ્ટોરી વધારે ધીમી અને લાંબી છે.

સ્ટોરી પ્રમાણે ઇકબાલ અને પ્રનૂતન બહલ ફિલ્મમાં પરફેક્ટ રોલમાં બેસે છે. ફિલ્મમાં કાશ્મીરનાં બાળકોએ પોતાનો રોલ બખૂબી રીતે નિભાવ્યો છે. હું ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. માનસી પરમાર, ચાંદખેડા

થોડી અલગ રીતે અને વધારે સારી રીતે લખવામાં આવી હોત તો ખરેખર વધુ રોમેન્ટિક ફિલ્મ બની શકી હોત. ઇકબાલની એક્ટિંગ વખાણવાલાયક છે. સ્ટાર્સનાં પર્ફોર્મન્સ-મ્યુઝિક, સ્ટોરી માટે એક વાર જોઈ શકાય તેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. તેજુ પટેલ, નારોલ

ફિલ્મના બધા કલાકારોની એક્ટિંગ ખૂબ જ સારી છે. કાશ્મીરનાં લોકેશન ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યાં છે. ફિલ્મનો પહેલો હાફ તમને થોડો બોર કરશે, પરંતુ સેકન્ડ હાફ ફિલ્મની કહાણીને બાંધી રાખે છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. ભાવના સોની, સોલા

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago