પ્રાણની પત્ની શુક્લા સિકંદનું નિધન

મુંબઇ: અભિનેતા દિવંગત પ્રાણની પત્ની શુક્લા સિકંદનું રવિવારે નિધન થઇ ગયું છે. તે 91 વર્ષની હતી. તેમના પુત્ર સુનીલે જણાવ્યું હતું કે ઉંમર સંબંધિત તકલીફોના લીધે મોડી રાત્રે અઢી વાગે ઘરે તેમનું નિધન થયું હતું.

93 વર્ષીય પ્રાણનું નિધન વર્ષ 2013માં શહેરના એક હોસ્પિટલમાં થયું હતું. તેમના પરિવારમાં એક પુત્રી પિંકી અને બે પુત્ર અરવિંદ તથા સુનીલ છે.

પ્રાણે પોતાના કેરિયરની શરૂઆત પંજાબી ફિલ્મોમાં હીરોના રૂપમાં કરી હતી, પરંતુ હિન્દી સિનેમાં તેમણે વિલનના રૂપમાં મોટું નામ કમાયું હતું.

You might also like