પ્રણવ’દા ૮૦ વર્ષના થયાઃ મોદીએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના જન્મદિન પર આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટર પર શુભેચ્છાઓ પાઠવી છે. નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વિટર વોલ પર લખ્યું છે કે પ્રણવ મુખરજીના જન્મદિવસ પર હું તેમને દિલથી શુભેચ્છા પાઠવું છું. ઈશ્વર તેમને દીર્ઘાયુ અને સારું સ્વાસ્થ્ય આપે. મોદીએ લખ્યું છે કે જાહેર જીવનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ દેશની સેવા કરી છે. પ્રણવ દા એક આદરણીય નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. આપણે તેમના રાજકીય જીવન પરથી પ્રેરણા લેવાની જરૂર છે.

મોદીએ ટ્વિટ કર્યું છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા જાહેર જીવનમાં િવતાવવામાં આવેલો સમય તેમને આપણા દેશ માટે એક અમૂલ્ય ખજાનો બનાવે છે તેમના જેવી બુદ્ધિમત્તા અને સમજદારી રાખનાર કોઈ વિરલ જ હોઈ શકે. એક અન્ય ટ્વિટમાં મોદીએ જણાવ્યું છે કે મુખરજી મિત્રો અને વિવિધ રાજકીય પક્ષોમાં શુભચિંતકો વચ્ચે હંમેશાં એક સન્માનિત રહ્યા છે. ૧૧ િડસેમ્બર, ૧૯૩૫ના રોજ પશ્ચિમ બંગાળના મીરાતીમાં જન્મેલા મુખરજી છ દાયકાથી રાજકીય કારકિર્દીમાં રહ્યા છે.

પ્રણવ મુખરજીના આજે જન્મદિવસ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની વેબસાઈટ પર ખાસ કરીને બાળકો માટે ‘લાઈફ ઈન રાષ્ટ્રપતિ ભવન’ નામથી એક નવા વિભાગની શરૂઆત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મુખરજી આજે ૮૦ વર્ષના થયા છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘પ્રેસિડેન્શિયલ રિટ્રિટસ’ નામના એક પુસ્તકનું વિમોચન કરશે અને રાષ્ટ્રપતિનાં ભાષણોના ત્રીજા ભાગનું પણ વિમોચન કરશે.

You might also like