Categories: Sports

મુંબઇના પ્રણવે 1009 રન બનાવીને સર્જ્યો ઇતિહાસ

મુંબઇ: ગઇકાલના અણનમ ૬પર રનની ધમાકેદાર વિક્રમી બેટિંગને આજે આગળ ધપાવતાં પ્રણવે સ્કૂલ ક્રિકેટમાં અણનમ 1000 રન બનાવીને ઇતિહાસ રચી દીધો છે. ક્રિકેટના મેદાનમાં આવો રેકર્ડ છેલ્લા 117 વર્ષમાં ક્યારેય નોંધાયો નથી. પ્રણવે 323 બોલમાં 1009 રનની બનાવ્યા. 10માં ધોરણના વિદ્યાર્થી પ્રણવે આ ઇનિંગ્સમાં 59 છગ્ગા તેમજ 129 ચોગ્ગા લગાવ્યા હતા.

મુંબઇ ક્રિકેટ સંગઠન દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં પ્રણવ ધનાવદેએ પ્રથમ દિવસે માત્ર ૧૯૯ બોલમાં ૬પર રનની ધમાકેદાર વિક્રમી બેટિંગ કરીને તરખાટ મચાવી દીધો હતો. કે. સી. ગાંધી સ્કૂલ તરફથી રમી રહેલ પ્રણવ ધનાવદેએ ૭૮ ચોગ્ગા અને ૩૦ છગ્ગા લગાવ્યા હતા. આ ઇનિંગની મદદથી તેમની સ્કૂલની ટીમે પ્રથમ દિવસની રમતમાં એક વિકેટના ભોગે ૯પ૬ રનનો ખડકલો કરી દીધો હતો. પ્રણવ ધનાવદે અગાઉ મુંબઇના પૃથ્વી શોએ ર૦૧૪માં પ૪૬ રનની વ્યકિતગત ઇનિંગ રમી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇના કેટલાય યુવા ખેલાડીઓ આવી વિક્રમી બેટિંગ કરીને ભૂતકાળમાં તરખાટ મચાવી ચૂકયા છે. ર૦૦૯માં સરફરાઝખાને ૪૩૯ રન અને ર૦૧૦માં અરમાન જાફરે ૪૯૮ રનની વ્યકિતગત ઇનિંગ રમીને મુંબઇનું ગૌરવ વધાર્યું હતું. માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને વિનોદ કાંબલીએ સ્કૂલની ટૂર્નામેન્ટમાં ૬૬૪ રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી.

પ્રણવ અગાઉ અા રેકોર્ડ એઈજી કોલિન્સના નામે હતો. જેને ઇંગ્લેન્ડમાં ૧૮૯૯માં ૬૨૮ રનોની નોટઅાઉટ ઇનિંગ્સ રમી હતી. પ્રણવે બે વર્ષ પહેલા જ મુંબઈના પૃથ્વી શોના ૫૪૬ રનના શાનદાર રેકર્ડને પાછળ રાખી દીધો છે. ધોરણ ૧૦માં અભ્યાસ કરતા પ્રણવે અેક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અા સ્કોર કરીને હું ખૂબ ખુશ છું. પ્રણવે જણાવ્યું હતું કે હરીફ ટીમમા બોલર પણ સારા હતા. રેકર્ડની વાતને લાગે વળગે છે ત્યાં સુધી મેં ૪૦૦ રન બનાવ્યા નહીં ત્યાં સુધી મારા ડિમાંગમાં રેકર્ડની વાત અાવી ન હતી.

અામ પ્રણવે તરખાટ મચાવીને પહેલા દિવસે જ ૬૫૨ રનનો જુમલો ખડકીને પોતાની ટીમ માટે એક વિકેટના ભોગે ૯૫૬ રન બનાવ્યા હતા. જે એક જ દિવસમાં બનાવેલો સર્વોચ્ચ સ્કોર છે. પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે પ્રણવ ધનાવડે ૬૫૨ અને સિધેશ પાટીલ ૧૦૦ રન બનાવીને રમી રહ્યા હતા. કેસી ગાંધી સ્કૂલના અાઉટ થનાર એક માત્ર બેટ્સમેન અાકાશ સિંગે પણ શાનદાર ૧૦૩ રનની ઇનિંગ્સ રમી હતી. પ્રણવે અા સર્વોચ્ચ ઇનિંગ્સ ભંડાળી કપ મેચમાં અાર્ય ગુરુકુળ સ્કૂલ વિરુદ્ધ રમી હતી. અા ટૂર્નામેન્ટમાં અંડર-૧૬ સ્કૂલ ટીમો ભાગ લઈ રહી છે. પ્રણવે ખરેખર ૬૫૨ રન બનાવીને ઇતિહાસ સર્જ્યો છે.

divyesh

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

17 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

17 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

17 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

18 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

19 hours ago