પ્રણવ મુખર્જીનો સ્પષ્ટ સંકેત, ‘હું રાષ્ટ્રપતિની રેસમાં નથી..’

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્પષ્ટ પણે સંકેત આપી દીધા છે કે તેઓ રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળની દોડમાં નથી. તેમણે કહ્યું છે કે મારા કાર્યકાળની સમાપ્તીના બે મહિના બાકી રહ્યાં છે. 25 જુલાઇએ એક નવા રાષ્ટ્રપતિ પદગ્રહણ કરશે. હું તે અધિકારીઓને પરત તેમના મંત્રાલય અને વિભાગોમાં મોકલી રહ્યો છું, જેમણે મારી સાથે કામ કર્યું છે. એકને વાણિજ્ય મંત્રાલય અને બેને વિદેશ મંત્રાલયમાં પરત મોકલી રહ્યો છું. રાષ્ટ્રપતિએ આ અંગે વાત એક ટી પાર્ટીમાં કહી હતી. આ પાર્ટી રાષ્ટ્રપતિના સચિવ ઓમિતા પોલની નેધરલેન્ડમાં રાજદૂત તરીકે નિમવામાં આવેલા રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ વેણુ રાજમણિને વિદાય આપવા માટે આપી હતી. જેમાં મીડિયાકર્મીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજમણિ આગામી મહિને નેધરલેન્ડમાં પોતાનો કાર્યભાર સંભાળશે.

પ્રણવ મુખર્જીનું આ નિવેદન જુલાઇમાં યોજાવા જઇ રહેલ રાષ્ટ્રપતિ ચૂંટણીની રાજનીતિક ગતિવીધિઓ માટે મહત્વનું છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે સંકેત આપ્યા છે કે જો સરકારને સ્વીકાર હશે તો મુખર્જી માટે બીજી વખત કાર્યકાળ માટે વિચારવામાં આવશે. જોકે સરકારે આ બાબતે હજી સુધી કોઇ જ સંકેત આપ્યા નથી.

કોંગ્રેસ અધ્યાક્ષ સોનિયા ગાંધી આ મામલે વિપક્ષી ઉમેદવારો સાથે સામાન્ય સહમતિ પર પહોંચવાના પ્રયાસ માટે નેતાઓ સાથે મધ્યાહ્ન ભોજનનું આયોજન કર્યું છે. તેમાં તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં છે. મમતાએ હાલમાં સોનિયા સાથે મુલાકાત કરીને મુખર્જીના બીજા કાર્યકાળ માટે સહમતી વ્યક્ત કરી છે. જો કે પ્રણવ મુખર્જી આટલા વ્યસ્ત રાજનીતિક જીવન બાદ બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય છે કે નહીં તે અંગે વિચારી રહ્યાં છે. કારમ કે તેમણે સંવૈધાનિક નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે.

http://sambhaavnews.com/

You might also like