RSS સમાપન કાર્યક્રમ: પ્રણવ મુખર્જી અને સંઘ વડા મોહન ભાગવત એક મંચ પર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગઇકાલે નાગપુર પહોંચી ગયા હતા. ગઇકાલે પૂર્વ રાષ્ટ્રપતિ નાગપુર પહોંચતા આરએસએસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પ્રણવ મુખર્જીની નાગપુર મુલાકાતને લઇને કોંગ્રેસમાં વિરોધનો વંટોળ ઉભો થઇ ગયો છે.

કોંગ્રેસમાં મુલાકાતને લઇને ઉભો થયેલા વંટોળ વચ્ચે પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે મારે જે બોલવું હશે તે જ હું ત્યાં બોલીશ અને તે પણ હું નાગપુર જઇને બોલીશ. મારી પાસે અનેક પત્રો અને ફોન કોલ્સ આવ્યાં છે, પરંતુ મે કોઇને જવાબ આપ્યો નથી.

મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ છે. આમ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને સંઘના વડા મોહન ભાગવ એક મંચ પર જોવા મળશે. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી મુખ્ય અતિથિ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએના કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે નાગપુરમાં યોજવામાં આવેલા આરએસએસના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની હાજરીનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. જેમાં ચિદમ્બરમ સહિતના નેતાઓએ પત્ર લખીને પણ વિરોધ નોંધાવ્યો છે.

You might also like