સેંકડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર તેવા પ્રમુખ સ્વામીનું સ્વર્ગારોહણ

અમદાવાદ : છેલ્લા લાંબા સમયથી બિમાર પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે. પ્રમુખ સ્વામીએ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રમુખ સ્વામી મહારાજને છાતીમાં ઇન્ફેક્શનની બિમારીથી પીડાતા હતા જેની સારવાર સાળંગપુર ખાતે ચાલી રહી હતી. જો કે આજે સાંજે 6 વાગ્યે તેઓએ સ્વર્ગારોહણ કર્યું હતું. પ્રમુખ સ્વામીનાં બ્રહ્મલીન થયાનાં સમાચાર સાથે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. તેમનાં અંતિમ દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા છે. હાલ હરિભક્તોની દર્શનવિધિની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. બે દિવસ બાદ તેઓની અંતિમવિધિ કરવામાં આવશે.
પ્રમુખ સ્વામીનું મુળ નામ પુર્વાશ્રમમાં શાંતિભાઇ પટેોલ હતું. તેઓનો જન્મ 7 ડિસેમ્બર, 1921નાં (માગશરસુદ 8 સંવત 1978)નાં દિવસે વડોદરાનાં પાદરા તાલુકાનાં ચાણસદ ગામે થયો હતો. તેમનાં માતાનું નામ દિવાળીબેન અને પિતા મોતીભાઇ પટેલ હતું. તેઓને ખુબ જ નાની ઉંમરે જ ભક્તિનો રંગ લાગી ગયો હતો. 18-19 વર્ષની વયે તો તેમણે સંસાર ત્યાગનો નિર્ણય લીધો હતો. પરિવાર તરફથી પણ થોડા ખચકાટ બાદ પરવાનગી મળી ગઇ હતી.

ઇ.સ 1939નાં વર્ષમાં 7 ડિસેમ્બરે અમદાવાદ ખાતે શાસ્ત્રીજી મહારાજ પાસેથી પાર્શદ સ્વરૂપે દીક્ષા લીધી હતી. પાર્શદ દીક્ષા એટલે કે એક વર્ષ પરીક્ષા માટે શ્વેત વસ્ત્રોમાં રહેવું. શાસ્ત્રીજી મહારાજને શાંતિભાઇની ભક્તિની સચ્ચાઇ દેખાઇ.શ્રીજીની કૃપા અને શાસ્ત્રી મહારાજનાં આશિર્વાદથી 10 જાન્યુઆરી 1940નાં દિવસે ગોંડલ ખાતે શાંતિભાઇ નારાયણસ્વરૂપદાસજી બન્યા.
સ્વામીનારાયણ પ્રભુની એકટેક અને લોકોની સેવા કરવાની ભાવનાં અને સતત પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ ઉપરાંત વ્યવહારમાં પણ તેટલી જ કુશળતા વગેરે લક્ષણો જોઇને તેઓને સારંગપુરમાં કોઠારી સ્વામીનો પદભાર સોંપવામાં આવ્યો.શાસ્ત્રીજી મહારાજે 1907માં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાની સ્થાપનાં કરી. આમ 42 વર્ષ બાદ 1949માં નારાયણસ્વરૂપદાસ સ્વામીને બીએપીએસનાં સંગઠન પ્રમુખ બનાવાયા. જેનાં પગતે તેઓ નારાયણસ્વરૂપદાસજીમાંથી પ્રમુખ સ્વામી બન્યા. તેઓને પ્રમુખ બનાવાયા ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી.

You might also like