આંબલીની પોળનું આ મંદિર પ્રમુખસ્વામીની દિવ્ય સ્મૃતિ-હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર

અમદાવાદ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાનના બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમદાવાદ અને અમદાવાદીઓની દિવ્ય સ્મૃતિઓ જોડાયેલ છે. પ્રમુખ સ્વામીને અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભક્તરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી હતી. પ્રમુખ સ્વામી મહારાજનું દીક્ષિત નામ નારાયણ સ્વરૂપદાસજી હતું.અમદાવાદમાં આવેલી શાહપુર ખાતે આંબલીની પોળમાં પ્રાચીન સ્વામિનારાયણ મંદિર તરીખે ઓળખવામાં આવે છે.

ત્યાં 28 વર્ષની વયે 1950ની જેઠ સુદ પાંચમના દિવસે શાસ્ત્રીજી મહારાજની નિશ્રામાં પ્રમુખ સ્વામીને બીએપીએસના ભાવિ વડા જાહેર કરવામાં આવ્યા હતા. આંબલીની પોળમાં પ્રમુખ સ્વામીની સ્મૃતિ પણ જોવા મળે છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે પણ અમદાવાદ આવતા ત્યારે ખેંગારજી ભાઈ ચૌહાણના ઘરે રંગીલાની પોળમાં કે બાબુભાઈ કોઠારીના ત્યાં આંબલીવાળી પોળમાં જ રોકાતા હતા. આંબલીવાળી પોળમાં તો ઘણા બધા સુવર્ણ ઐતિહાસિક પ્રસંગોમાં જોવા મળે છે. આંબલીવાળી પોળ આજે હરિભક્તો માટે અત્યંત આસ્થાનું કેન્દ્ર છે.

પ્રમુખ સ્વામી મહારાજે ૧૯ વર્ષની ઉંંમરે સંસારનો ત્યાગ કર્યો હતો. ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે આંબલીપોળમાં પ્રમુખ સ્વામીની સ્વામિનારાયણ સંસ્થાનના પ્રમુખ તરીકે વરણી કરી હતી. સાળંગપુર ખાતે ભવ્ય રીતે તેની ઉજવણી કરવામાં આવી હતી અને હજારોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

અમદાવાદમાં આવેલી આંબલીપોળમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ તેમના ગુરુઓની પ્રતિમાનાં ભાવિકો દર્શન કરે છે. પ્રમુખ સ્વામી અવારનવાર આ પોળમાં આવતા અને અહીંયાં ચારથી પાંચ કલાક રોકાતા હતા અને હરિભક્તો સાથે સભા કરતા હતા. ભગવાન સ્વામિનારાયણના જીવન પર આધારિત ‘મિસ્ટિક ઇન્ડિયા’ ફિલ્મના શૂટિંગ વખતે પણ બાપા અહીં ર૦૦૪માં આવ્યા હતા. આંબલીપોળમાં તેમની ઘણી બધી સ્મૃતિઓ જોવા મળે છે.

પ્રમુખ સ્વામી આ મંદિરમાં આરામ-વિશ્રામગૃહ તેમજ ગુરુ સાથે વાર્તાલાપ કરતા હોય તેવી મૂર્તિ તેમજ તસ્વીરો પણ જોવા મળે છે. અહીં રહેતા ભક્તો કહે છે, આ મંદિરમાં દર પૂનમે આખા અમદાવાદ તેમજ બહારગામથી મોટી સંખ્યામાં લોકો ખુલ્લા પગે દર્શને આવે છે. અહીં ભજન-કીર્તન તેમજ સભા અને પ્રવચનનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરમાં આવતા ભક્તો કહે છે, જે અહીં આવશે તેમને ૬૭ તીર્થ કર્યાંનું પુણ્ય મળશે.

આંબલીપોળમાં સેવા કરતા યોગેશભાઈ મિસ્ત્રી જણાવે છે કે હું છેલ્લાં બાર વર્ષથી આ મંદિરમાં સેવા કરું છું. પ્રમુખ સ્વામીની પ્રમુખ તરીકે વરણી પણ અહીં થઈ હતી અને અહીંયાં હજારોની સંખ્યા ભક્તો દર્શને આવે છે. આજે પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થઇ ગયા છે પણ અમને નથી લાગતું તે ગયા હોય, આજે પણ તે હયાત છે.

You might also like