કેજરીવાલ, આનંદીબેન, અહેમદ પટેલે કર્યા દર્શન : 6 વાગ્યા સુધી દર્શન

સાળંગપુર : પ્રમુખ સ્વામીનાં અંતિમ દર્શન માટે 16 તારીખનાં રાત્રે 12 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જો કે વિવિધ રાજકીય હસ્તીઓ અને ભક્તોનાં સતત ચાલુ રહેલા પ્રવાહનાં પગલે 17મી તારીખે વહેલી સવારનાં 6 વાગ્યા સુધી દર્શન ચાલુ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ અંત્યેષ્ટી માટેની વિધિનો પ્રારંભ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે પ્રમુખ સ્વામીની અંત્યેષ્ટીનું સ્થળ તે રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાંથી તેઓનાં ગુરૂનું મંદિર પણ જોઇ શકાય ઉપરાંત મુખ્યમંદીર પણ જોઇ શકાય.

પ્રમુખ સ્વામીની અંતિમ ઇચ્છા હતી કે તેઓની અંત્યેષ્ટી તેવા સ્થળે થાય કે જ્યાંથી તેમનાં ગુરૂની નજર તેમનાં પર રહે જ્યારે તેમની નજર સ્વામી નારાયણ પ્રભુ તરફ રહે.  માટે તેવી જગ્યા પસંદ કરવામાં આવી કે જ્યાંથી મંદિર દેખાય અને તેમનાં ગુરૂનું પણ મંદિર દેખાય. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખ સ્વામીની અંત્યેષ્ટીમાં અમિત શાહ ઉપરાંત પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ પણ હાજર રહેવાનાં છે. સાથે સાથે રેલ્વે મંત્રી સુરેભ પ્રભુ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ અંતોષ્ટી હોવાનાં પગલે સમગ્ર સાળંગપુર અને બરવાળા બંધ પાળશે.

પ્રમુખ સ્વામીનાં દર્શન માટે એક પછી એક રાજકીય હસ્તીઓ આવી રહીછે. મંગળવારે પણ બાપાનાં દર્શનાર્થે રાજ્યભરનાં સેંકડો ભક્તોઉપરાંત એક પછી એક રાજકીય હસ્તીઓ આવવાનું ચાલુ જ હતું. સવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. ત્યાર બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બાપાનાં દર્શન કર્યા હતા. વસુબેન ત્રિવેદી પણ સાળંગપુર ખાતે પહોંચ્યા હતા. મોડી રાત્રે અહેમદ પટેલ પણ પહોંચ્યા હતા.

દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે પ્રમુખ સ્વામીનાં દર્શન કર્યા બાદ કહ્યું કે સ્વામીજીનાં નિધનનાં સમાચાર સાંભળીને પહેલા તો મને વિશ્વાસ જ નહોતો થયો. જો કે ત્યાર બાદ હું શોકમાં ગરકાવ થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે માનવતાની ભલાઇ માટે આવી આત્માઓ પૃથ્વી પર આવતી હોય છે. તેમણે દેહ છોડ્યો છે પરંતુ તેમની આત્મા તેમની ચેતના અને તેમનો સંદેશ યુગો સુધી માનવજાત માટે અને સાથે રહેશે. તેમણે કહ્યું કે હું ક્યારે પણ પ્રમુખ સ્વામીને મળી શક્યો નથી. પરંતુ તેમનાં જીવન અને કાર્યો વિશે જાણ્યું છે.

પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થતા દેશ સહિત વિદેશમાં હરિભક્તોમાં શોકની લાગણી છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભામાં પણ પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે વિધાનસભાનાં સભ્ય હોય તેવા લોકોને જ શ્રદ્ધાંજલી અફાય છે. જો કે પ્રમુખ સ્વામીનાં કેસમાં આ પ્રથા તોડવામાં આવશે.

You might also like