હિલેરી ક્લિંટને આપી બાપાને શ્રદ્ધાજંલિ

ન્યૂયોર્ક: અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટને બી.એ.પી.એસના વડા પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપી છે. હિલેરીએ એક સ્ટેટમેન્ટ જાહેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નોંધનીય છે કે ગત 13 ઓગસ્ટના રોજ પ્રમખ સ્વામી બ્રહ્મલીન થયા હતા. નિવેદનમાં હિલેરીએ જણાવ્યુ હતું કે બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્ધારા સ્વામી બાપાએ ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોનો પ્રચાર પ્રસાર કર્યો છે.

હિલેરીએ કહ્યું કે, પ્રમુખ સ્વામીના શિષ્યો અને બી.એ.પી.એસ સંસ્થાના હરિભક્તો પ્રત્યે હું અને બિલ ક્લિન્ટન સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. પ્રમુખ સ્વામી માત્ર ગુણો શીખવતા નહીં પરંતુ તેને જીવતા હતા. તેને જ કારણે વિશ્વભરમાં લાખો શ્રદ્ધાળુઓએ તેમને જીવનમાં ગુરુનું સ્થાન આપ્યું હતું.

વધુમાં હિલેરીએ કહ્યું કે, ન્યૂજર્સીના અક્ષરધામ મંદિર સહિત અમેરિકા તથા વિશ્વભરમાં ઘણા મંદિરો પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બંધાયા છે. પ્રમુખ સ્વામીએ વૈદિક મૂલ્યો પર વિશ્વાસ કરતી વૈશ્વિક કોમ્યુનિટી બનાવી છે. બિલે ગુજરાતના અક્ષરધામ મંદિરમાં પ્રમુખ સ્વામી સાથે મુલાકાત કરી છે. પ્રમુખ સ્વામીના હરિભક્તોના કાર્યક્રમમાં ભાગ લઇને સ્વામીજીના જ્ઞાનનો મેં અનુભવ્યું છે. તે અનુભવ હૃદયસ્પર્શી હતો. પ્રમુખ સ્વામીના જીવન અને સંદેશને અનુસરીને તેમના અનુયાયીઓ સુમેળ સાધીને જીવનમાં પ્રગતિ કરી છે અને આપણે આશા રાખીએ કે આવનારી પેઢી પણ પ્રમુખ સ્વામીના વારસાને જીવંત રાખે.

You might also like