ધર્મનાં નામે ડર પેદા કરવો એ આતંક નથી તો બીજું શું છેઃ પ્રકાશ રાજ

કમલ હસન બાદ હવે દક્ષિણ અભિનેતા પ્રકાશ રાજે પણ ધર્મનાં નામે થતી હિંસા પર સવાલ ઉઠાવ્યો છે. પ્રકાશ રાજે કમલ હસનનાં સમર્થનમાં ટ્વીટર પર લખ્યું કે,”ધર્મ અને સંસ્કૃતિ તેમજ નૈતિકતાનાં નામે ડર પેદા કરવો એ આતંક નથી તો બીજું શું છે?” પ્રકાશ રાજે જસ્ટ આસ્કિંગ હેશ ટેગ સાથે પૂછ્યું છે કે,”જો મારા દેશમાં રસ્તાઓ પર યુગલોને ગાળો આપવી અને મારપીટ કરવી આતંક નથી, જો કાયદો હાથમાં લેવું અને ગૌ-હત્યાની આશંકામાં ભીડ દ્વારા કોઈને મારવું આતંક નથી, જો ગાળો આપીને કોઈને ટ્રોલ કરવું આતંક નથી, તો પછી આતંકવાદ શું છે?”

આ પૂર્વે કમલ હસને પણ હિન્દુ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક સ્થાનિક અખબારમાં લેખ લખી કહ્યું કે હિન્દુ આતંકવાદ હવે એક વાસ્તવિકતા બની ચૂકી છે. આ આર્ટિકલ બાદ કમલ હસન સામે વિવિધ કલમો અંતર્ગત પોલીસ કેસ કરવામાં આવ્યો છે.

પ્રકાશ રાજે શું કર્યું ટ્વિટ?

” જો મારા દેશમાં રસ્તાઓ પર યુગલોને ગાળો આપવી અને મારપીટ કરવી આતંક નથી, જો કાયદો હાથમાં લેવું અને ગૌ-હત્યાની આશંકામાં ભીડ દ્વારા કોઈને મારવું આતંક નથી, જો ગાળો આપીને કોઈને ટ્રોલ કરવું, ધમકાવવું આતંક નથી, મતભેદનો સાવ નાનો અવાજ પણ દાબી દેવો આતંકવાદ નથી, તો પછી આતંકવાદ શું છે?”

You might also like