પ્રકાશ જાવડેકરના પ્રમોશનનું રહસ્ય હવે ઉજાગર થયું

કેન્દ્રીય પ્રધાનમંડળની પુનર્રચના અને વિસ્તરણમાં એક માત્ર પ્રકાશ જાવડેકરને પ્રમોશન મળ્યું અને તેમને રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા તેની પાછળનું ખરું રહસ્ય હવે ઉજાગર થયું છે. કહે છે કે પર્યાવરણ રાજ્યમંત્રી તરીકે જાવડેકરે વડાપ્રધાનના નજીકના ગણાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સૌથી વધુ ફાયદો કરાવી આપ્યો હતો.

છત્તીસગઢ સરકાર દ્વારા અદાણીના પ્રોજેક્ટને પર્યાવરણની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાયો હતો. કેમ કે વન અધિકારી કાનૂન અંતર્ગત એ જમીન આદિવાસીઓ માટે આરક્ષિત હતી. જાવડેકરે તેને પર્યાવરણની મંજૂરી આપીને અદાણીને ખુશ કરી દીધા હતા. આ એક કામ એવું હતું કે જેનાથી વડાપ્રધાનના પ્રિયપાત્ર ઉદ્યોગપતિને લાભ મળ્યો હતો અને તેના શિરપાવ રૂપે જાવડેકરને પ્રમોશન મળી ગયું!

You might also like