કેબિનેટ વિસ્તાર: આ 10 કારણોના લીધે પ્રમોશનને પાત્ર બન્યા પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં મધ્યપ્રદેશથી રાજ્યસભા સાંસદ પ્રકાશ જાવડેકરને રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી કેબિનેટના વિસ્તાર પહેલાં પ્રકાશ જાવડેકર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હતો.

આ વખતે તે એકમાત્ર પ્રમોશનના હકદાર બન્યા છે, જ્યારે આ પહેલાં રાજ્યમંત્રી તરીકે તેમની પાસે સંસદીય કાર્ય અને સૂચના તથા પ્રસારણ જેવા બે મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી પરત લેવામાં આવી હતી. પ્રકાશ જાવડેકરના આ પ્રમોશન વિશે કોઇએ કદાચ કયાસ પણ લગાવ્યા ન હતા. ભાજપના રહી ચૂકેલા 65 વર્ષના પ્રકાશ જાવડેકરના પ્રમોશનના 10 કારણો:

1. પર્યાવરણ મંત્રાલયમાં પ્રકાશ જાવડેકરના કામ, ખાસકરીને પેરિસમાં જળવાયુ પરિવર્તન પર ભારતનો પક્ષ મજબૂતી સાથે રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ઇનામ મળ્યું છે. પ્રકાશ જાવડેકર પોતાની ઓફિસની બિલ્ડિંગમાં સોલર પેનલ લગાવીને તેનો જ ઉપયોગ કરે છે.

2. લોકસભાની ચૂંટણી 2014ના પરિણામ આવ્યા બાદ સાંસદ ન હોવાછતાં તેમને મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા અને ત્રણ મહત્વપૂર્ણ વિભાગો-પર્યાવરણ મંત્રાલયના સ્વતંત્ર હવાલા સહિત સૂચના તથા પ્રસારણ મંત્રાલય અને સંસદીય કાર્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. આ બધાની સમક્ષ મજબૂતીથી પાર્ટીનો પક્ષ રાખવાનું ઇનામ હતું. બાદમાં તેમને એમપીમાંથી રાજ્યસભામાં લાવવામાં આવ્યા.

3. બેંકમાં નોકરી કરી ચૂકેલા પ્રકાશ જાવડેકર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને તેની સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રહ્યાં છે. ત્યારથી જ સંગઠનના બધા મુખ્ય નેતાઓ સાથે તેમનો ઘનિષ્ઠ પરિચય રહ્યો છે. આ તથ્ય તેમની ઉંડા રાજકીય અને વૈચારિક નિષ્ઠાને દર્શાવે છે.

4. દેશનો કાળો અધ્યાય કહેવાતા ઇમરજન્સીના વિરોધમાં પ્રકાશ જાવડેકરે સત્યાગ્રહ કર્યો હતો અને 16 મહિના સુધી જેલમાં રહ્યાં હતા. તે દરમિયાન સંઘ, જનસંઘ અને અન્ય વિચારોના મુખ્ય નેતાઓને મળ્યા, તેમની પાસે શીખ્યા અને હંમેશા તેમની સાથે સંપર્ક જીવીત રાખ્યો.

5. વર્ષ 2008માં રાજ્યસભા માટે પહેલીવાર ચૂંટાયા તે પહેલાં પ્રકાશ જાવડેકર 1990 અને 2002માં તે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તે દરમિયાન તેમણે ઘણા સંગઠન અને સરકારના ઘણા પ્રોજેક્ટને સફળતાપૂર્વક પુરા કર્યા હતા. આમ કરનાર મહારાષ્ટ્રના અન્ય એક નેતા નિતિન ગડકરીએ પણ વિધાન પરિષદના સભ્ય દરમિયાન પોતાની મનાવી લીધી.

6. ભાજપના પ્રવક્તા રહી ચૂકેલા પ્રકાશ જાવડેકર મંત્રી બન્યા તે પહેલાં સુધી આંધ્ર પ્રદેશના પ્રભારી હતા. તેલુગુદેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂને એનડીએમાં લાવનારાઓમાં તેમની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી.

7. વોટના બદલામાં નોટ કાંડનો પર્દાફાશ કરી તેના આખા ઘટનાક્રમને લોકોની સમક્ષ લાવવામાં પણ પ્રકાશ જાવડેકરની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રયત્નો બાદ રાજકારણન એક સ્થાયી પક્ષ અને તેની સાથે જોડાયેલા લોકો પર મોટી કાર્યવાહી સુધી વાત પહોંચી ગઇ.

8. બીજેપી બન્યા બાદ એટલે કે 1981થી જ તે પાર્ટીમાં છે. પાર્ટીની નીતિઓ નક્કી કરનાર ટીમમાં તેમની મહત્વપૂર્ણ ભાગીદારી રહી. પાર્ટી સાથે જોડાયેલા ઘણા થિંક ટેંક સાથે તેમનો સીધો સંપર્ક છે.

9. વર્ષ 1984 થી 1990 વચ્ચે ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ)ના મહાસચિવ અને રાષ્ટ્રીય સચિવ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપની મહારાષ્ટ્ર એકમમાં ઘણા અભિયાનોનું સફળતા પૂર્વક સંચાલન પણ કરી ચૂક્યા છે.

10. આ બધાની સાથે જ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તેમની ગાઢતા પણ તેમના પ્રમોશનનું મોટું કારણ છે. પીએમ મોદીની મહત્વપૂર્ણ પહેલોનું સૌથી પહેલા સમર્થન કરવા અને અમલની શરૂઆતમાં પ્રકાશ જાવડેકર આગળ રહ્યાં છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ગંગા નદીને લઇને તેમના પ્રયત્નો છે. આ ઉપરાંત પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવતી વખતે પણ પ્રકાશ જાવડેકર એકદલ સંતુલિત જોવા મળ્યા હતા.

You might also like