ખોટી લોન UPA સરકારની દેન છે, અમને વારસામાં મળી: જાવડેકર

પંજાબ નેશનલ કૌભાંડને લઇને ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર આરોપ પ્રત્યાઆરોપ મૂકી રહ્યાં છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં અલ્હાબાદના પૂર્વ ડીરેકટરનો સંદર્ભ આપ્યો હતો. પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ કૌભાંડો એનડીએ સત્તા પર આવી તે પહેલાં કરવામાં આવ્યું છે.

આ બેન્કનું કૌભાંડ છે, સરકારનું નહી તેમ પણ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું. પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવતાં કહ્યું કે આ કૌભાંડ અમારી સરકારમાં બહાર આવ્યું. કોલસા કૌભાંડ મનમોહનસિંહની સરકારમાં બહાર આ્યું. પીએનબી કૌભાંડ યુપીએની સરકારમાં થયું. આ કૌભાંડ પર સરકાર કાર્યવાહી કરી રહી છે.

કોઇ વ્યક્તિની પીએમ સાથે તસવીર બતાવી કઇ સાબિત થતું નથી. કૌલસા કૌભાંડ સરકારી ગોટાળો હતો. પ્રકાશ જાવડેકરે રાહુલ પર નિશાનો સાંધતા કહ્યું કે રાહુલ પણ નીરવના જવેલરી ઇવેન્ટમાં ગયા હતા. ખરાબ બેન્કિંગ વ્યવસ્થા યુપીએ સરકારની દેન છે, જે અમને વિરાસતમાં મળી છે. પીએનબી કૌભાંડની શરૂઆત 2011માં થઇ હતી, બેન્કોના એનપીએ મનમોહનસિંહની સરકાર સમયે નીચે ગયા હતા.

You might also like