પ્રધ્યૂમન મર્ડર કેસમાં CBIએ 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ધરપકડ કરી

રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 8 સપ્ટેમ્બરે 7 વર્ષના બાળક પ્રધ્યૂમન ઠાકુર મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે સીબીઆઈએ રેયાન સ્કૂલમાં ભણતા 11મા ધોરણના વિદ્યાર્થિની ધરપકડ કરવામા આવી છે. આ મામલે બાળકે શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.

સીબીઆઈ દ્વારા બુધવારે સવારે દિલ્હી સ્થિત સીબીઆઈના હેડ કવાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરવામા આવી હતી. પ્રધ્યૂમનના પિતાએ આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી કે નિવેદન આપ્યું નથી.

  • સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલ વિદ્યાર્થીના પિતાએ કહ્યું કે, મારો પુત્ર નિર્દોષ છે.
    સીબીઆઈ પહેલા પણ 4-5 વખત પૂછપરછ કરી ચૂકી છે. આ વિદ્યાર્થીએ જ ટૉયલેટ પાસે સ્કૂલના માળીને પહેલા જોયો હતો.
    ઉલ્લેખનીય છે કે રેયાન સ્કૂલમાં 8 સપ્ટેમ્બરે પ્રધ્યૂમનની હત્યા થઈ હતી. તેની બૉડી સ્કૂલના ટૉયલેટમાંથી મળી હતી.
    પ્રધ્યૂમનનું ગળું અણીદાર હથિયારથી કાપવામા આવ્યું હતું. પોલીસે આ મામલે બસ કંડકટરની પણ ધરપકડ કરી છે.

વિવાદ થયા બાદ સીબીઆઈને તપાસના આદેશ અપાયા
પ્રધ્યૂમનના મર્ડર બાદ ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા. જેના બાદ હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પ્રધ્યૂમનના પરિવારને મળવા પહોંચ્યા હતા. મનોહરલાલે કેસ સીબીઆઈને સોંપવાની વાત કરી હતી. આ મામલે સીબીઆઈ હજુ પણ તપાસ કરી રહી છે.

You might also like