બિન ગુજરાતી પર હુમલા મામલે પ્રદિપસિંહનું નિવેદન, “શાંતિ-સલામતીનો ભંગ કરનાર કોઇને નહીં છોડાય”

ગાંધીનગરઃ ગૃહમંત્રી પ્રદીપસિંહે બિન ગુજરાતી પર હુમલા મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં આડકતરી રીતે અલ્પેશ ઠાકોર પર ઇશારો કર્યો હતો. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, કોઇ પણ મોટા નેતાને છોડવામાં નહીં આવે. કોંગ્રેસનાં 20 લોકોની ધરપકડ પણ કરાઇ છે. રાહુલ ગાંધી માત્ર ટ્વીટ જ કરે છે. રાહુલ ગાંધી ગુજરાતની શાંતિની ચિંતા ન કરે. કોંગ્રેસનાં લોકો તોફાનમાં જોડાય છે.

આક્ષેપ ભાજપ પર થાય તેવી રાજનીતિ નિંદનીય છે. શાંતિ અને સલામતી સામે અવરોધ ઉભા કરનાર કોઇને પણ નહીં છોડાય. કાયદો અને વ્યવસ્થા મુદ્દે પોલીસ વિભાગને પણ સુચના અપાઇ છે. છેલ્લાં 72 કલાકમાં એક પણ ગુનો બન્યો નથી. કોઇએ પણ ગુજરાત છોડવાની જરૂર નથી. અફવાનાં કારણે સ્થળાંતર રોકવા આગેવાનોનાં પ્રયત્નો ચાલી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગઇ 28 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાં 14 મહીનાની એક બાળકી સાથે કથિત બળાત્કાર બાદ છ જિલ્લામાં હિંદી ભાષી લોકો પર હુમલો કરાયો હોવાંની ઘટનાઓ થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે રાજ્ય સરકાર પણ આ મામલે ગંભીર થઇ છે. તેમજ કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

You might also like