મની લોન્ડરીંગ કેસમાં પ્રદીપ શર્માના રિમાન્ડ ના મંજૂર, જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ

અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેટોરેટે મની લોન્ડરિંગના કેસમાં ગુજરાતના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં ઇડીએ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે 7 દીવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારબાદ રિમાન્ડ પુરા થતા વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજુર કરી જયુડીશિયલ કસ્ટડીમાં મોકલવા અંગે આદેશ કર્યો હતો.

અધિકારીઓના જણાવ્યાનુસાર, પ્રદીપ શર્મા સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. શર્મા 2010થી ભ્રષ્ટાચારના છ કેસમાં સસ્પેન્શન હેઠળ છે. પ્રદીપ શર્મા ના વકીલે કોર્ટમાં રિમાન્ડ ના મંજુર કરવા દલીલો કરી હતી જેમાં જણાવ્યું હતું કે યુએસ માં તેમનું કોઈપણ પ્રકારનું એકાઉન્ટ નથી અને ઇડી એ તપાસ દરમિયાન કબજે કરેલું ક્રેડીટ કાર્ડ પણ તેમનું નથી તેવું જણાવ્યું હતું.

You might also like