કિસાનોનાં હિતમાં બનાવાયેલી વડા પ્રધાન પાક વીમા યોજનામાં ગેરરીતિ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કિસાનોનાં હિતમાં વડા પ્રધાન પાક વીમા યોજના નામની સ્કીમ જાહેર કરી છે.પરંતુ અેક માહિતી મુજબ આ સ્કીમ હેઠળ મળતા લાભમાં કેટલીક ગેરરીતિ આચરતાં અમુક કિસાનો તેમાં પૈસા મેળવવાની નવી તરકીબ અપનાવી રહ્યા છે. તેઓ ખેતી પાછળ જેટલી રકમ ખર્ચે છે તેના કરતા કેટલાંક બનાવટી કાગળો બતાવી લોન અને વીમાની રકમ કવર કરી રહ્યા છે. તેમાં તેમને કેટલીક બેન્કોના અમુક અધિકારીઓ મદદ કરી રહ્યા છે. કારણ બેન્કોની પ્રાથમિકતા વાળા વિસ્તારોને વધુ લોન આપવાનું દબાણ થઈ રહ્યુ છે. તેથી કિસાનો તરફથી રજૂ થતાં કારણોની તપાસમાં પણ ઢીલ રાખવામાં આવી રહી છે.

સરકાર પાક અને વીમાવાળા વિસ્તાર અંગે ખોટી માહિતી આપવાની પ્રવૃતિ પર અંકુશ લગાવવા મોટા દંડ સહિત અન્ય પગલાં લેવાનું વિચારી રહી છે. આ અંગે સરકારી અધિકારીઓએ ગત સપ્તાહમાં કૃષિ મંત્રાલયની એક મિટિંગમાં આ મુદો ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠક આગામી રવી સિઝન માટે બોલાવવામાં આવી હતી. અને તેમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા. વડા પ્રધાન પાક વીમા યોજના માટે વર્ષના બજેટમાં ૫૫૦૦ કરોડ રૂપિયા ફાળવવાનું નકકી કરવામાં આવ્યું હતું.

You might also like