પ્રભૂ દેવાની ફિલ્મ “તુતક તુતુક તુતિયા”નું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ પ્રભુદેવા, સોનુ સૂદ, એમી જેક્સન, તમન્ના ભાટિયા સહિતના મલ્ટિ સ્ટારર ફિલ્મ “તુતક તુતુક તુતિયા”નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. શાહરૂખ ખાનની અવાજમાં રિલીઝ થયેલી ફિલ્મના ટ્રેલરમાં પ્રભુદેવા લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. “તુતક તુતુક તુતિયા”માં પ્રભુદેવાનો કોમિક અવતાર અને તેની ફેમસ ડાન્સ સ્ટાઇલ જોવા મળશે.

આ રોમકોમ ડ્રામા ફિલ્મનું નિર્દેશન વિજયે કર્યું છે અને ફિલ્મને સોનુ સુદ પ્રોડ્યુસ કરી રહ્યાં છે. સોનૂ સૂદ ફિલ્મમાં મહત્વનો કિરદાર નિભાવી રહ્યાં છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મની વાર્તા લવ ટ્રાયેગ્લ બેઇઝ છે. આ લવશવમાં રોમાન્સ સાથે ડાન્સ અને મ્યૂઝિક પણ દમદાર છે. આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

You might also like