ફિલ્મ ‘બાહુબલી 2’ ફેમ પ્રભાસ-અનુષ્કા ડિસેમ્બરમાં કરી શકે છે સગાઈ?

‘બાહુબલી’ ફેમ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી અનુષ્કા શેટ્ટી વચ્ચેના સંબંધોને લઈને રોજ નવી નવી અફવાઓ ચાલી રહી છે. જો કે બંને સ્ટાર્સ પોતાના સંબંધોને લઈને ક્યારેય જાહેરમાં બોલ્યા નથી. પ્રભાસ અને અનુષ્કાએ જાહેરમાં બંનેને એકબીજાના મિત્રો જ ગણાવ્યા છે.

જો કે બંનેના અફેરની ચર્ચાઓ હવે જોરશોરથી ચાલી રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, આ વર્ષના ડિસેમ્બરમાં પ્રભાસ અને અનુષ્કા સગાઈ કરી શકે છે. જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી જાહેરાત કરી નથી.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, અનુષ્કા પોતાની સગાઈ માટે વજન ઉતારી રહી છે, તો બીજી તરફ ઈન્ડસ્ટ્રીઝમા એવું પણ કહેવાઈ રહ્યું છે કે, અનુષ્કા ફિલ્મ ‘ભાગમતી’ માટે વજન ઉતારી રહી છે.

પ્રભાસ પણ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સાહો’ ના પ્રોડક્શનમાં બિઝી છે અને હાલમાં તે હૈદરાબાદમાં શુટિંગ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રભાસ અને અનુષ્કાની મુલાકાત 2009માં ફિલ્મ ‘બિલ્લા’ ના સેટ પર થઈ હતી. બંનેની ઑનસ્ક્રીન જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

You might also like