પેપર વેચનારો બન્યો એપલનો સીઇઓ

એપલના સીઇઓ ટીમ કુકને હવે આખી દુનિયા ઓળખે છે. પરંતુ, તેમની જીંદગીમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તે ગુમનામ વ્યક્તિ હતાં અને આજીવિકા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો.

56 વર્ષના ટીમ કુકએ ઓબર્ન યૂનિવર્સિટી 1982માં ઇન્ડસ્ટ્રિયલ એન્જીનિયરિંગમાં બેચલર ડીગ્રી મેળવી હતી. તેમના એક શિક્ષકે તેમને ‘સોલિડ બી પ્લસ અને ઇ માઇનસ સ્ટૂડન્ટ’ કરાર આપ્યો હતો. એપલ ઓફ્ટર સ્ટીવ જોબ્સના પ્રમાણે ટીમ કુક તેમની પહેલ પેઇંગ જોબ છાપાની ડિલીવરીની સાથે શરૂ કરી હતી. તે પોતાના હોમટાઉન અલબામા જ પેપર વેચ્યા કરતાં હતાં. આ ઉપરાંત પાર્ટ ટાઇમ તે ચેમની માતા સાથે એક લોકલ ફાર્મેસી કંપનીમાં પણ કામ કરતા હતાં. ત્યારબાદ કુક એ એલબામાં જ એક પેપર મિલમાં નોકરી કરી અને અમેરિકાના વર્જિનિયામાં એક એલ્યુમિનિયમ પ્લાન્ટમાં પણ કામ કર્યું હતું. તેના 12 વર્ષ પછી તેમને ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યુંય ટેક સેક્ટરમાં તેમને પહેલી નોકરી 12 વર્ષ સુધી આઇબીએમમાં કરી. ત્યારબાદ તે એપલ સાથે જોડાયા.

એપલમાં થોડાંક વર્ષો કામ કર્યા પછી તે કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ સાથે ઘણા નજીક થઇ ગયા હતાં. કુક 1998માં એપલ સાથે જોડાયા હતાં. સૌથી પહેલા તેમને સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ તેમને ચીફ ઓફ ગ્લોબલ સેલ્સની જવાબદારી આપવામાં આવી. 2011માં તેમેન સ્ટીવ જોબ્સની જગ્યાએ એપલની કમાન સંભાળી. સીઇઓની પોસ્ટ મેળવ્યા પછી તેમેન સ્વીકાર કર્યો હતો કે તે ‘ગે’ છે.

ટીમ કુક એપલના ખૂબ વિશ્વાસુ રહ્યા છે. ડેલ અને મોટોરોલા જેવી ઘણી કંપનીઓએ તેમને સીઇઓ બનાવવાની ઓફર આપી હતી. પરંતુ તેમને દરેક પ્રસ્તાવને નકારી દીધા હતાં.

You might also like