ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ

વેલિંગ્ટન : ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડના પૂર્વી તટના રહેણાંક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ આ ભૂકંપની તીવ્રતા 7.1 આંકવામાં આવી હતી. ભૂકંપ બાદ લોકો ગભરાહટથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ગિસ્બોર્નના ઉત્તર પૂર્વમાં 169 કિમી દૂર હતું. ભૂકંપના આંચકા બાદ નાગરિક સુરક્ષા અધિકારીઓએ તોલોગા બે વિસ્તારના નાગરિકોને સુરક્ષિત જગ્યા પર જવાની અપિલ કરી હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ભૂકંપના કારણે કોઇપણ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૂકંપ બાદ હવાઇ સ્થિત પેસિફિક સુનામી ચેતાવણી કેન્દ્ર દ્વારા ટ્વિટ કરી હાલમાં કોઇ સુનામીનું કોઇ જોખમ નહીં હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ 19.1 મીલ જમીનની નીચે જોવા મળ્યું હતું. સ્થાનિક સમય અનુસાર 4 વાગ્યાના 37 મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે 2011માં પણ સાઉથ આઇલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં 185 લોકોના મોત નિપજ્યાં હતા. ન્યૂઝીલેન્ડમાં દર વર્ષે 15,000 ભૂકંપના આંચકા અનુભવાય છે. જો કે તેમાં અંદાજે 150 ભૂકંપના આંચકાનો જ અનુભવ થાય છે.

You might also like