હિંદ મહાસાગરમાં ૭.૧નો ભૂકંપ

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિકટર સ્કેલ ઉપર તેની તિવ્રતા ૭.૧ માપવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ સુનામીની ચેતવણીની જાણકારી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઓસ્ટ્રેલિયામાં રહેવા પામ્યું છે. જાણવા મળ્યા મુજબ ઓસ્ટ્રેલિયાથી હિંદ મહાસાગર નજીકના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ વધુ મહેસૂસ કરવામાં આવ્યા હતાં. ભારતના સમય મુજબ વહેલી સવારે ૩.૨૪ વાગ્યે અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં દેખાડવામાં આવ્યું છે.

યુનાઈટેડ સ્ટેટ જીયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં ૧૦ કિ.મી.ની ઊંડાઈમાં રહેવા પામ્યું છે.  પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે જે લગાતાર ઘૂમી રહી છે. જયારે આ પ્લેટ્સ વધારે ટકરાય છે તેને જોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવાને કારણે પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જો કે વધારે દબાવ વધે છે તો પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવા માટે રસ્તો ખોજતી હોય છે. આના ડિસ્ટર્બસને પછી ભૂકંપ આવે છે.

You might also like