પાવર પ્રોજેક્ટોને લીલી ઝંડી આપીને હવે કન્સલ્ટન્ટ નિમાશે!

અમદાવાદ: અમદાવાદમાં દૈનિક ૪પ૦૦ મેટ્રિક ટન કચરામાંથી ફકત ૯૦૦ મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરવામાં આવે છે. બાકીનો ૩૬૦૦ મેટ્રિક ટન ઘન કચરો ડમ્પ કરાય છે જો કે મ્યુનિ. સત્તાવાળાઓએ અત્યાર સુધીમાં કાગળ પર ૪૬૦૦ મેટ્રિક ટન ઘન કચરો પ્રોસેસ કરવાના કરાર કર્યા છે. જેમાં ઘન કચરામાંથી પાવર બનાવવાના મામલે પહેલા આ પ્રોજેકટને લીલી ઝંડી આપીને હવે તંત્ર કન્સલ્ટન્ટ નિમવા લાખો રૂપિયા મળશે.

શહેરની પીરાણા ડમ્પસાઇટ પર રોજરોજ ઠલવાતા ઘન કચરા પૈકી હાલમાં ફક્ત એકસેલ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ ડીવાઇ પાવર્સ લિ. તથા ડીએનપી ઇન્ફ્રા. પ્રા.લિ. દ્વારા ફકત ૯૦૦ ટન કચરો પ્રોસેસ કરાય છે કોર્પોરેશન દ્વાર હંજર બાયોટેક લિ. અને એયુ એન્ડ ઇન્ફ્રા લિને બ્લેક લિસ્ટ કરાઇ છે. આ બંને કંપીઓને કચરામાંથી માતર બનાવવા માટે ૪.૮૬ લાખ ચો.મીટર જગ્યા ફાળવાઇ છે! જો કે ગત તા.૧૬ જૂન, ર૦૧૬એ સ્ટેન્ડિંગ કમિટીએ કચરાને પ્રોસેસ કરીને પાવર ઉત્પન્ન કરવા માટે એસ્સલ ઇન્ફ્રા પ્રોજેકટ લિ. અને જીઆઇટીએફ અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ને કામ આપ્યું હતું જે પૈૈકી એસ્સલને દશ એકર બને જીઆઇટીએને ચૌદ એકર જમીન એક-એક હજાર મેટ્રિક કચરો પ્રોસેસ કરવા માટે સત્તાવાળાઓએ આપી છે. જો કે સમગ્ર દેશમાં કચરામાંથી પાવર ઉત્પન્ન કરવા માટે ફક્ત દિલ્હીમાં આંશિક સફળતા મળી છે તેમ છતાં દિલ્હીવાસીઓ પાવર ઉત્પન્ન કરનારા પ્રોજેકટમાંથી નીકળતા ઝેરી ગેસથી પરેશાન છે જે અંગે સ્થાનિક સ્તરે પ્રદૂષણ બોર્ડમાં પણ અનેક ફરિયાદો થઇ છે.

કચરામાંથી પાવર, ખાતર, આરડીએફ બળતણ બનાવવા સહિતના પ્રોજેકટ કોર્પોરેશન માટે ભારે વિવાદાસ્પદ બની ચુક્યા છે. ભાજપના સત્તાધીશો સામે ઘન કચરામાંથી ધન સંચયનો નવો કીમિયો જેવા ભૂતકાળમાં આક્ષેપ પણ ઉઠયા છે પરંતુ અગમ્ય કારણસર વિવાદ શાંત થતો નથી હવે શાસકોએ કોર્પોરેશનના હિતમાં કામગીરી થાય તેવા બહાનાસર બે ખાનગી કંપનીને રૂ.સોળ લાખની કન્સલ્ટન્ટનો કોન્ટ્રાક્ટ સોંપીને નવો વિવાદ સજર્યો છે. પાવર બનાવવાની કંપની સાથે મહિનાઓ અગાઉ કરાર કરીને, આ કંપનીઓને દશ-બાર એકર જમીન ફાળવીને હવે સત્તાવાળાઓ કન્સલ્ટન્સીની નિમતા હોઇ આ બાબતે અનેક તર્ક વર્તકો ઉઠ્યા છે.

You might also like